ગુજરાત

gujarat

બોની કપૂરનો 64મો જન્મદિવસ, જાન્હવીએ ખાસ અંદાજમા પાઠવી શુભેચ્છા

By

Published : Nov 11, 2019, 5:15 PM IST

મુંબઇઃ ફિલ્મ પ્રોડ્યૂસર બોની કપૂરનો આજે 64મો જન્મદિવસ છે. ત્યારે આ ખાસ દિને પુત્રી જાન્હવીએ પિતા સાથેના ફોટાઓ શેર કરી એક ખાસ મેસેજ લખ્યો હતો.

બોની કપૂર

ફિલ્મ પ્રોડ્યૂસર બોની કપૂર આજે 64 વર્ષના થયા, ત્યારે આ ખાસ દિવસે તેમની પુત્રી જાન્હવી કપૂરે અલગ અંદાજમાં બર્થડે વિશ કરી છે. જાન્હવી કપૂરે તેના ઇન્ટાગ્રામ એકાઉન્ટ પર ફોટા શેર કર્યા છે. આ ફોટામાં જાન્હવી કપૂર પિતા બોની કપૂર સાથે જોવા મળી હતી.

જાન્હવીના નાનપણથી અત્યાર સુધીની ફિલ્મી દુનિયાની શરૂઆત સુધીના ફોટા શેર કર્યા છે. આ ફોટાની સાથે તેણે કેપ્શનમાં લખ્યું હતું કે 'હેપ્પી બર્થડે પાપા, તમે હંમેશાં મને પૂછો છો કે મને આટલી એનર્જી ક્યાંથી મળે છે, તો તમને જણાવી દઉં કે મને આ એનર્જી તમારી પાસેથી મળે છે. તમે જોશની સાથે પ્રેમ કરો છો, તમને નીચે પડતા જોવ, પરંતુ તે પછી તમે વધુ મજબૂત બનતા જોવ છું. તમને ટૂટતા જોવ છું, પરંતુ અમને દરરોજ હિમત આપો છો. તમે મારા જીવનના શ્રેષ્ઠ વ્યકતિ છો. તમે મને પ્રેરીત કરો છો, સાથે મને પ્રોત્સાહિત પણ કરો છો. તમે હંમેશાં શ્રેષ્ઠ પિતા બન્યા છો, પરંતુ હવે તમે મારા સારા મિત્ર છો. આઇ લવ યૂ, મને તમારા પર ખૂબ ગર્વ છે. તમે દુનિયાની બધી ખુશીઓના હકદાર છો અને હું આશા અને પ્રાર્થના કરું છું કે આ વર્ષ તમારુ ખુબદ ભરપુર સારુ રહે

બોની કપૂરએ મિસ્ટર ઇન્ડિયા, જુદાઇ, નો એન્ટ્રી જેવી સુપર હિટ ફિલ્મોને પ્રોડ્યૂસ કરી છે. બોની કપૂરે વર્ષ 1996માં સુપર સ્ટાર અભિનેત્રી શ્રીદેવી સાથે લગ્ન કર્યા હતા. બંનેને બે સુંદર પુત્રીઓ છે, જેનું નામ જાન્હવી અને ખુશી કપૂર છે.

જાન્હવીના કામની વાત કરીએ તો તે હાલમાં દોસ્તાના 2ની શૂટિંગ માટે ચંડીગઢમાં છે. આ ફિલ્મમા તેની સાથે કાર્તિક આર્યાન અને લક્ષ્યા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થશે. આના સિવાય જાન્હવી કપૂર ગુન્જન સક્સેનાઃ ધ કારગિલ ગર્લ ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મમાં અંગત બેદી પણ જોવા મળશે. બન્નેએ ફિલ્મની શૂટિંગ પુર્ણ કર્યુ છે. આ ફિલ્મ ઇન્ડિયન એરફોર્સ પાયલટ ગુંજન સક્સેનાની બાયોપિક છે.

Bollywood news


Conclusion:

ABOUT THE AUTHOR

...view details