ગુજરાત

gujarat

Happy Birthday Asha Bhosle: સૌથી વધુ ગીતો રેકોર્ડ કરવાનો વર્લ્ડ રેકોર્ડ આશાના નામે

By

Published : Sep 8, 2021, 7:53 AM IST

asha
Happy Birthday Asha Bhosle: સૌથી વધુ ગીતો રેકોર્ડ કરવાનો વર્લ્ડ રેકોર્ડ આશાના નામે

ભારતીય ફિલ્મ જગતના જાણિતા ગાયક આશા ભોસલેએ દુનિયાને એવા કેટલાય ગીતો આપ્યા છે જે લોકોને આજે પણ સાંભળવા એટલા જ ગમે છે. આશા ભોસલેની ગાયકિ સફર કરતા તેમની લવ સ્ટોરી વધારે રોમાચિંત છે. આજે 8 સપ્ટેમ્બરે તેમનો જન્મદિવસ છે.

ન્યુઝ ડેસ્ક: આશાએ ખુબ નાના વયે ગાવાનુ શરૂ કરી દીધુ હતું. આ દરમિયાન તેમને લતા મંગેશકરના મેનેજર ગણપત રાવ સાથે પ્રેમ થઈ ગયો હતો અને તેમણે તેમની સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. ત્યારે તે માત્ર 16 વર્ષાની હતા અને ગણપત રાવ 31 વર્ષના હતા. પરિવાર આ લગ્નની વિરૂદ્ધ હતો છતા આશાએ પરિવારના વિરૂદ્ધ જઈને ગણપત રાવ સાથે લગ્ન કર્યા હતા. આ કારણે લતા અને આશાના સંબધો વણસ્યા હતા અને બંન્ને બેહનો વચ્ચે લાંબા સમય માટે બોલચાલ બંધ હતી.

આશા અને ગણપત રાવનું લગ્નજીવન વધુ ટક્યું નહી અને બંન્ને છુટા થઈ ગયા. આ બાદ આશાના જીવનમાં મ્યુઝીક ડિરેક્ટર પંચમ દાની એન્ટ્રી થઈ. આશા ભોસલેની પહેલી મુલાકાત 1956માં થઈ હતી. આ સમય સુધીમાં આશાએ પોતાનુ નામ બનાવી લીધુ હતું. લગભગ 10 વર્ષ બાદ આર.ડી.બર્મને ફિલ્મ તિસરી મંઝીલ માટે આશા ભોસલેનો સંપર્ક કર્યો હતો.

આ પણ વાંચો : જાણો, જૈન પર્યુષણ પર્વે રાજયશસૂરીશ્વરજી મહારાજ સાહેબ દ્વારા છઠ્ઠા દિવસનું મહત્વ

આશા અને પંચમ દાની મુલાકાત સતત થવા લાગી હતી, આ દરમિયાન પંચમ દાની તેમની પત્ની રીતા પટેલ સાથે નહોતી બની રહી અને બંન્ને અલગ-અલગ રહી રહ્યા હતા. આશા અને પંચમ દાએ મળીને અનેક સુપરહીટ ગીતો આપ્યા અને બંન્ને વચ્ચે પ્રેમ થયૈ અન પછી બંન્નેએ લગ્ન કરી લીધા હતા.

આશા ભોસલેના નામે સૌથી વધુ ગીતો રેકોર્ડ કરવાનો ગિનિઝ વર્લ્ડ રેકોર્ડ છે. વર્ષ 2006માં તેમણે જણાવ્યું હતું કે, તેમણે 12000 ગીતો ગાયા છે, જેમાં સોલો, ડુએટ અને મલ્ટીપલ સિંગર સાથે ગાએલા ગીતો સામેલ છે. તેમણે હિન્દી સિવાય મરાઠી, બંગાળી, ગુજરાતી, પંજાબી, તમિલ, મલાયાલમ ભાષામાં ગીતો ગાયા છે. તેમણે અંગ્રેજી અને રૂસી ગીતોમાં પણ પોતાનો અવાજ આપ્યો છે.

ABOUT THE AUTHOR

...view details