ગુજરાત

gujarat

‘ગુલાબો સિતાબો’નું નવું ગીત રિલીઝ, ગીતનું નામ છે ‘મદારી કા બંદર’

By

Published : Jun 3, 2020, 4:13 PM IST

અમિતાભ બચ્ચન અને આયુષ્માન ખુરાના સ્ટારર ‘ગુલાબો સિતાબો’ ફિલ્મની રિલીઝ પહેલા નવું ગીત રિલીઝ થયું છે. આ ગીતનું નામ મદારી કા બંદર છે. જેમાં બચ્ચન અને આયુષ્યનામ એકબીજા માટે નાચતા દેખાઈ રહ્યાં છે.

Gulabo Sitabo new track Madari Ka Bandar out...
‘ગુલાબો સિતાબો’નું નવું ગીત રિલીઝ, નામ- મદારી કા બંદર

મુંબઈઃ અમિતાભ બચ્ચન અને આયુષ્માન ખુરાના સ્ટારર ‘ગુલાબો સિતાબો’ ફિલ્મની રિલીઝ પહેલા નવું ગીત રિલીઝ થયું છે. આ ગીતનું નામ મદારી કા બંદર છે. જેમાં બચ્ચન અને આયુષ્યનામ એકબીજા માટે નાચતા દેખાઈ રહ્યાં છે.

વિચિત્ર કોમેડી ફિલ્મનું આ ગીત પણ ફિલ્મની થીમ, દેશી શબ્દો અને શુદ્ધ ભાવનાઓ પર આધારિત હોવાનું જણાય છે. ભાડુઆત અને મકાન માલિક વચ્ચે મકાન વેચવાનો અને બચાવવાની રમત મદારીના વાંદરાની રમતની જેવી જ છે. આ ફિલ્મનું બીજું ગીત છે. આયુષ્માન ખુરાનાએ પોતાના ટ્વિટર હેન્ડલ પર ગીતની લિંક શેર કરતા લખ્યું છે કે, 'વધારે નાચશો નહીં, હાર્ટએટેક આવી જશે...બાકી હવે તમે બધા જોઈ જ રહ્યા છો કે માદરી કા બંદર કોણ છે.

12 જૂનના થિયેટરને બદલે ડિજિટલ પ્લેટફોર્મ એમોઝોન પ્રાઇમ પર રિલીઝ થનારી છે. ફિલ્મનું પહેલું સોન્ગ સોશિયલ મીડિયા પર શેર કરતા અમિતાભ બચ્ચને લખ્યું હતું કે, હોશિયારો કી બાતેં તો શીખ લી હૈ, અબ દેખ ભી લીજીએ. ફિલ્મનું પહેલું ગીત જૂતમ ફેંક પિયુષ મિશ્રાએ ગાયું છે. આ સોન્ગ રિલીઝ થયાની થોડી જ મિનિટમાં 17 હજારથી પણ વધુ લોકોએ આને જોઈ લીધું હતું.

તમને જણાવી દઈએ કે, ગુલાબો સિતાબોની ફિલ્મમાં અમિતાભ બચ્ચન સાથે પહેલીવાર આયુષ્માન ખુરાના નજર આવશે. આ ફિલ્મને ડાયરેક્ટર શુજીત સરકારે બનાવી છે અને જુહી ચતુર્વેદીએ લખી છે. આ ફિલ્મ એક ખુંસટ મકાન માલિક અને જીદ્દી ભાડુઆત પર આધારિત છે, જેમાં અમિતાભ બચ્ચન મકાન માલિક છે અને આયુષ્માન ભાડુઆત છે. આ ફિલ્મનું ટ્રેલર હાલમાં રિલીઝ થયું હતું. જેને ફેન્સ ઘણું જ પંસદ કર્યું હતું. મહત્વનું છે કે, ગુલાબો સિતાબો ફિલ્મ 12 જૂનના રોડ એમેજોન પ્રાઈમ વીડિયો પર રિલીઝ થવા જઈ રહી છે.

ABOUT THE AUTHOR

...view details