ગુજરાત

gujarat

બિગ-બી અને ઈમરાન અભિનીત આગામી ફિલ્મ 'ચેહરે'ની રિલીઝ ડેટમાં બદલાવ

By

Published : Jan 21, 2020, 3:24 PM IST

મુંબઈ: બિગ-બી અને ઈમરાન હાશ્મી અભિનીત આગામી મિસ્ટ્રી થ્રિલર ફિલ્મ 'ચેહરે' ના નિર્માતાઓએ ફિલ્મની રિલીઝ ડેટમાં ' ગુલાબો સિતાબો'ના નિર્માતાઓની વિંનતી પર બદલાવ કર્યો છે.

બિગ-બી અને ઈમરાન અભિનીત આગામી ફિલ્મ 'ચેહરે'ની રિલીઝ ડેટમાં બદલાવ
બિગ-બી અને ઈમરાન અભિનીત આગામી ફિલ્મ 'ચેહરે'ની રિલીઝ ડેટમાં બદલાવ

ફિલ્મની રિલીઝ ડેટ બદલવાનું કારણ 'ચેહરે' અને 'ગુલાબો સિતાબો' નું બોક્સ ઓફિસ ક્લેશ થવાનું હતું. બંને ફિલ્મો એકસાથે બોક્સ ઓફિસ પર આવતા રિલીઝ ડેટ ચેન્જ કરવામાં આવી છે. કારણ કે, અમિતાભ બચ્ચન બંને ફિલ્મમાં લીડ રોલમાં છે.

આ ક્લેશથી બચવા માટે ફિલ્મની રિલીજ ડેટ બદલાવવામાં આવી છે. પહેલા આ ફિલ્મ 24 એપ્રિલે રિલીઝ થવાની હતી. જેમાં ફેરફાર કરીને હવે આ ફિલ્મ 17 જુલાઈએ સિનેમાઘરોમાં જોવા મળશે.

ફિલ્મ વિવેચક અને ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે પોતાના ઓફિશિયલ ટ્વિટર હેંડલ પર નવી રિલીઝ ડેટ જણાવી છે. તરણે મંગળવારે ફિલ્મની જલક શેર કરતા લખ્યુ કે, ' નઈ રિલીઝ ડેટ...#ચેહરે-સ્ટાર હે #અમિતાભ બચ્ચન ઓર # ઈમરાન હાશ્મી- અબ 17 જુલાઈ,2020 કો રિલીઝ હોગી.

ABOUT THE AUTHOR

...view details