ગુજરાત

gujarat

જાણો ‘ગુલાબો સિતાબો’ અને દિપવીરના રિસેપ્શન વચ્ચે શું છે કનેક્શન?

By

Published : Jun 12, 2020, 5:29 PM IST

દિપીકા પાદુકોણ અને રણવીર સિંહના લગ્નનું રિસેપ્શન આયુષ્માન માટે ખાસ છે. ‘ગુલાબો સિતાબો’ના નિર્દેશક શૂજીત સરકારે હાલમાં જ એક ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે આ બંને કલાકારોના રિસેપ્શન દરમિયાન જ તેમણે આયુષ્માન સમક્ષ આ ફિલ્મનો પ્રસ્તાવ મૂક્યો હતો.

જાણો ‘ગુલાબો સિતાબો’ અને દિપવીરના રિસેપ્શન વચ્ચે શું છે કનેક્શન?
જાણો ‘ગુલાબો સિતાબો’ અને દિપવીરના રિસેપ્શન વચ્ચે શું છે કનેક્શન?

મુંબઈ: અમિતાભ બચ્ચન અને આયુષ્માન ખુરાના સ્ટારર ‘ગુલાબો સિતાબો’ ના નિર્દેશક શૂજીત સરકારે ફિલ્મમાં આયુષ્માનની કાસ્ટીંગ બાબતે એક મજાની વાત જણાવી હતી.

એક ઇન્ટરવ્યૂ દરમિયાન શૂજીતે જણાવ્યું હતું કે દિપીકા પાદુકોણ અને રણવીર સિંહના રિસેપ્શન દરમિયાન જ તેમણે આયુષ્માનને ફિલ્મની કથા જણાવી હતી. તે પ્રથમ પસંદગી હતો. પરંતુ તેની ભૂમિકાને લઈને શૂજીત અને આયુષ્માન વચ્ચે લાંબી ચર્ચા થઈ હતી. પહેલા અમિતાભનું કાસ્ટીંગ થયું હતું પરંતુ મે તેમને આ વાત જણાવી ન હતી. આખરે જ્યારે તે આ ફિલ્મ કરવા સંમત થયો ત્યારે ખૂબ જ ઉત્સાહિત થઈ ગયો હતો.

આ ફિલ્મમાં અમિતાભ લખનઉમાં રહેતા હવેલી માલિક 'મિર્ઝા'ની ભૂમિકામાં છે જેની એક ‘ફાતિમા મહેલ’ નામની જૂની અને જીર્ણ થઈ ગયેલી હવેલી છે. આયુષ્માન આ ફિલ્મમાં ‘બાંકે’ ની ભૂમિકામાં છે જે હવેલીમાં ભાડુઆત તરીકે રહેતો હોય છે. આ ફિલ્મની વાર્તા જુહી ચતુર્વેદીએ લખી છે.

ABOUT THE AUTHOR

...view details