ગુજરાત

gujarat

COVID-19: દેશની આ સ્થિતિમાં જોઇને દુ:ખ થાય છે : વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા

By

Published : May 7, 2021, 6:16 PM IST

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી ક્રાઉડ ફંડિગ પ્લેટફોર્મ કેટ્ટોના કેમ્પેઇન સાથે જોડાયા છે અને તેના કેમ્પેઇન #InThisTogether દ્વારા તેમણે રૂ. 2 કરોડ રૂપિયા એકઠા કર્યા છે.

દેશની આ સ્થિતિમાં જોઇને દુ:ખ થાય છે
દેશની આ સ્થિતિમાં જોઇને દુ:ખ થાય છે

  • દેશમાં કથળી રહી છે કોરોનાની સ્થિતિ
  • સેલિબ્રિટી કપલ અનુષ્કા અને વિરાટ આવ્યા આગળ
  • દેશ માટે એકઠું કરી રહ્યાં છે ફંડ

મુંબઇ: સેલિબ્રિટી કપલ અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી કોવિડ ક્રાઇસિસ સમયે લોકોની મદદ માટે હાથ લંબાવ્યો છે. આ કપલ ક્રાઉડ ફંડિગ પ્લેટફોર્મ કેટ્ટો સાથે જોડાયું છે અને તેમણે કેમ્પેઇન #InThisTogether અને આ કેમ્પેઇન અંતર્ગત તેમણે 2 કરોડનું ફંડ ભેગું કર્યું છે અને તેમનો લક્ષ્ય છે કે તેઓ 7 કરોડ સુધી ફંડ ભેગું કરી શકે.

દેશની આ સ્થિતિમાં જોઇને દુ:ખ થાય છે

દેશ મુશ્કેલીમાં છે : અનુષ્કા

અનુષ્કા શર્માએ કહ્યું હતું કે," ભારત અત્યારે અત્યંત મુશ્કેલ સમયમાંથી પસાર થઇ રહ્યો છે અને કોવિડ - 19ની બીજીવેવ જીવલેણ સાબિત થઇ રહી છે આ સ્થિતિએ દેશને મુશ્કેલીમાં ધકેલ્યો છે. આસ્થિતિમાં આપણે બધાએ સાથે ઉભા રહેવાનું છે અને આપણે આપણા દેશના એ ભાઇઓ માટે આગળ આવવાનું છે જેને આપણી મદદની જરૂર છે. વિરાટ અને હું લોકોને આ તકલીફમાં જોઇને ખૂબ જ દુ:ખી છીએ અને આશા રાખીએ છીએ કે આ ફંડ આપણને મદદ કરશે. અમે દરેક વ્યક્તિની સુરક્ષા માટે પ્રાર્થના કરી રહ્યાં છીએ. આ પ્રાર્થનાઓ અનેક લોકોના જીવ બચાવશે કેમકે આપણે સાથે મળીને કામ કરી રહ્યાં છીએ."

વધુ વાંચો:ધનવંતરી કોવિડ હોસ્પિટલમાં ઘટ્યો સ્ટાફ, નૌસેનાના વધુ 90 સભ્યની ટીમ પણ જોડાઇ

દેશને મદદની જરૂર છે : વિરાટ

વિરાટે કહ્યું કે," આપણે એવા સમયમાંથી પસાર થઇ રહ્યાં છીએ જ્યાં આપણા દેશને એક થવાની જરૂર છે, જેથી આપણે અનેક જીવ બચાવી શકીએ. છેલ્લા એક વર્ષથી લોકોને હેરાન થતાં જોઇને હું અને અનુષ્કા ખૂબ જ દુ:ખી છીએ. અમે શક્ય હોય તેટલા લોકોને મદદ કરવાનો પ્રયત્ન કરી રહ્યાં છીએ અને હવે દેશને વધારે મદદની જરૂર છે. અમે વિશ્વાસ સાથે આ ફંડ એકઠું કરવાનો પ્રયત્ન કરી રહ્યાં છીએ, જેથી લોકોને મદદ કરી શકીએ. અમને વિશ્વાસ છે કે દેશાના લોકો આ કપરી સ્થિતિમાં આગળ આવશે. જો આપણે આ સ્થિતિમાં સાથે ઉભા રહીશું તો આ સ્થિતિમાંથી ઝડપથી બહાર આવી જઇશું."

વધુ વાંચો:જો રાજ્ય સરકાર તમામ વિભાગમાંથી 10 ટકા ફંડ કાપે તો કોરોના સામે વધુ ફંડ ઉભુ થાય

ABOUT THE AUTHOR

...view details