ગુજરાત

gujarat

'ચોક્ડ: પૈસા બોલતા હૈ' ટ્રેલર રિલીઝ

By

Published : May 21, 2020, 7:53 PM IST

સૈયામી ખેર અને મલયાલમ અભિનેતા રોશન મેથ્યુ સ્ટારર અનુરાગ કશ્યપની આગામી નેટફ્લિક્સ ફિલ્મ 'ચોક્ડ: પૈસા બોલતા હૈ' નું દિલચસ્પ ટ્રેલર રિલીઝ થયું છે. આ ફિલ્મ 5 જૂને ડિજિટલ પ્લેટફોર્મ પર સ્ટ્રીમ કરવામાં આવશે.

etv bharat
'ચોક્ડ: પૈસા બોલતા હૈ' ટ્રેલર રિલીઝ

મુંબઈ: અનુરાગ કશ્યપની આગામી નેટફ્લિક્સ ફિલ્મ 'ચોક્ડ: પૈસા બોલતા હૈ' નું મજેદાર ટ્રેલર સોશ્યલ મીડિયા પર રિલીઝ થયું છે.

ફિલ્મની સ્ટોરી સરિતા નામની ગરીબ મહિલા પર આધારિત છે. સરિતા બેંકમાં નોકરી કરે છે અને પતિ અને બાળક સાથે નાના ઘરમાં રહે છે. અચાનક તેના ઘરમાંથી પૈસાની થપ્પીઓ નીકળવા લાગે છે, જેનાથી તે ખૂબ જલસા કરે છે. પરંતુ આ જલસા પૂરા થવાના દિવસો પણ જલદી આવી જાય છે.

ફિલ્મમાં બ્લેક મનીને કેન્દ્રમાં રાખતા ડિમોનેટાઇઝેશનની અને એક સાધારણ મહિલાના જીવન પરની તેના અસરની સ્ટોરી દેખાડવામાં આવશે. સાથેજ આ રહસ્ય પરથી પણ પર્દો ખુલશે કે આખરે આ પૈસા આવ્યા ક્યાથી અને સરિતાનું હવે શુ થશે.

ફિલ્મમાં સૈયામી ખેર સરિતા પિલ્લઇ તરીકે અને મલયાલમ અભિનેતા રૌશન મૈથ્યુ સુશાંત પિલ્લઇ તરીકેના પાત્રમાં નજર આવશે.

ફિલ્મ 5 જૂને ઓટીટી પ્લેટફોર્મ પર સ્ટ્રીમ થવા વાળી છે.

ABOUT THE AUTHOR

...view details