ગુજરાત

gujarat

Chitra Bharti Film Festival 2022: ચિત્ર ભારતી ફિલ્મ ફેસ્ટવિલમાં 'ધ કાશમીર ફાઇલ્સના ડિરેક્ટર'નું કરાયું સન્માન

By

Published : Mar 28, 2022, 5:28 PM IST

ભોપાલમાં ચાલી રહેલા ચિત્ર ભારતી ફિલ્મ ફેસ્ટિવલ (Chitra Bharti Film Festival 2022) નું હવે સમાપન થઇ ગયું છે. આ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે કેંન્દ્રીય ગૃહપ્રધાન અને પ્રસારણ રાજ્યપ્રધાન એલ મુરૂગન ઉપસ્થિત રહ્યાં હતા. આ દરમિયાન તેણે જણાવ્યું હતું કે, "ભારત તેની સભ્યતા અને સંસ્કૃતિ (Indian culture) તરફ આગળ વધી રહ્યું છે, આપણી સંસ્કૃતિને બઘા સુધી પહોંચાડવા માટે મહત્વનું છે કે, આપણે તેની સાથે જોડાયેલા તથ્યો અને તેની વાર્તાઓને લોકોને જણાવીએ".

http://10.10.50.75:6060///finalout2/madhya-pradesh-nle/finalout/28-March-2022/14854732_bhopal.mp4
Chitra Bharti Film Festival 2022

ભોપાલ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારત સતત વિકાસશીલ છે. આ વચ્ચે ભારત તેની સંસ્કૃતિ અને સભ્યતા તરફ નજીક આવી રહ્યાં છે. આ નિવેદન પ્રસારણ પ્રધાન મુરૂગને રવિન્દ્ર ભવનમાં આયોજીત ચિત્ર ભારતી ફિલ્મ ફેસ્ટિવલમાં આપ્યું હતું. આ સાથે તેણે કહ્યું હતું કે, આપણી સંસ્કૃતિ (Indian culture) પાછળ રહેલા તથ્યો અને તે સંબંધિત વાર્તાઓ લોકોને જણાવી જોઇએ. પ્રસારણ પ્રધાને ખુશી વ્યકત કરતા જણાવ્યું કે, ચિત્ર ભારતીના માધ્યમ (Chitra Bharti Film Festival 2022) થી આ પ્રકારની ફિલ્મો બનાવવામાં આવી રહી છે.

Chitra Bharti Film Festival 2022

શા માટે ભારતીય સંસ્કૃતિ દર્શાવતી મૂવીઝ બનાવવામાં આવતી નથી? પ્રધાન મુરુગને જણાવ્યું કે, ભારતીય સાહિત્યમાં વિવિઘ એવી વાર્તાઓ ભરી પડી છે, જે ભારતની સંસ્કૃતિને પ્રતિબિંબિત કરે છે, પરંતુ આશ્ચર્ય એ વાતનું છે કે, આ વિષય પર કેમ ફિલ્મો બનાવામાં આવતી નથી? વર્તમાન સમયમાં ફિલ્મો એક સશક્ત માધ્યમ છે, જેના વડે દુનિયા સુધી ભારતની વાત પહોંચાડી શકીએ છીએ. મુરુગને ભારતીય ચિત્ર સાધનાને ચિત્ર ભારતી ફિલ્મ ફેસ્ટિવલ આયોજન કરવા માટે અભિનંદન પાઠવ્યાં હતાં.

આ પણ વાંચો:Oscars 2022 : જાણો ઓસ્કર 2022 સમારોહમાં ભારતના નામ, જૂઓ લિસ્ટ

વિવેક અગ્નહોત્રીનું કરાયું સન્માન:આ સમારોહમાં ફિલ્મ 'ઘ કાશમીર ફાઇલ્સ'ના ડાયરેક્ટર વિવેક અગ્નહોત્રી અને પલ્લવી જોશીનું સન્માન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પલ્લવી જોશીએ કહ્યું હતું કે, "ચિત્ર ભારતી સાથે જોડાયેલા કલાકારોને વિવેક અગ્નિહોત્રીની આગામી ફિલ્મમાં અવસર મળશે અને તેને એક એક લાખ રૂપિયા પણ આપવામાં આવશે. આ ખાસ અવસર પર પ્રખ્યાત અભિનેતા ડોં. ગજેન્દ્ર ચૌહાણ અને નિર્દેશક અભિનવ કશ્યપએ પણ તેના વિચાર પ્રગટ કર્યાં હતાં.

જાણો પુસ્કાર વિજેતાના નામ: પ્રઘાન એલ મુરૂગને ભારતીય ચિત્ર સાધના માધ્યમથી જુદા જુદા પાંચ વર્ગોમાં 10 લાખનો રોકડ પુરસ્કાર આપ્યો હતો. લઘુ ફિલ્મ 'છોટી સી બાત' અને ડોક્યુમેન્ટ્રી ફિલ્મ 'ભારત-પ્રકૃતિ કા બાલક'ના નિર્માતા કબીર શાહ અને દીપિકા કોઠારીને 1-1 લાખની રાશિ પુરસ્કાર સ્વરૂપ આપવામાં આવી હતી. શોર્ટ ફિલ્મમાં મુકેશ કુમારની 'બ્રુનો'ને દ્રિતીય અને સ્મિતા ભાટીની 'વિસલિંગ મશીન'ને તતૃીય પુરસ્કારથી નવાજવામાં આવી હતી. સર્વશ્રેષ્ઠ નિર્દેશન માટે આનંદ કુમાર ચૌહાણ, સર્વશ્રેષ્ઠ પુરૂષ અભિનેતા રાજ અર્જુન અને સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો પુરુષ્કાર અશ્વિની કસર (પાઉલી) ને આપવામાં આવ્યો હતો. હરિ પ્રસાદની ફિલ્મ 'અમેય' વિકાસ ગૌતમગુટિયાની 'અનનોન નંબર' અને જગ્ગનાથ બિસ્વાસની 'ચુડકા મુર્મૂ' વિશેષ ઉલ્લેખ કરાયો હતો.

આ પણ વાંચો:જુઓ જાહ્નવી કપૂરની આ કાતિલાના તસવીરો, જોતા જ ચોંકી જશો...

ABOUT THE AUTHOR

...view details