ગુજરાત

gujarat

બિગ બીએ આપી મજેદાર "ટંગ ટ્વિસ્ટર ચેલેન્જ", કહ્યું- 5 વખત બોલશો તો તમારા જડબા દુખી જશે

By

Published : Jun 10, 2020, 9:42 AM IST

અમિતાભ બચ્ચને તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો અને તેના ચાહકોને ટંગ ટ્વિસ્ટર ચેલેન્જ આપી છે. જે તેની આગામી ફિલ્મ 'ગુલાબો-સીતાબો' સાથે સંકળાયેલી છે. જેમાં અભિનેતા પોતે બોલે છે અને દરેકને કહે છે કે, આ 5 વખત બોલવાનું છે. આ સાથે બિગ બીએ કહ્યું કે, અમારી ફિલ્મ 'ગુલાબો-સીતાબો' 12 જૂને એમેઝોન પ્રાઇમ વીડિયો પર રિલીઝ થઈ રહી છે.

big-b
બિગ બી

મુંબઈ: બોલીવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર બહુ જ એક્ટિવ હોય છે. અભિનેતા પોતાની પોસ્ટના માધ્યમથી તેના ચાહકોને મનોરંજન આપતા રહે છે. આ સાથે જ તેઓ તેમના વ્યક્તિગત અને વ્યાવસાયિક જીવનના અપડેટ્સ પણ આપતા રહે છે.

ફરી એક વખત મંગળવારે બિગ બીએ સોશિયલ મીડિયાના માધ્યમથી તેના ચાહકોને એક ટંગ ટ્વિસ્ટર ચેલેન્જ આપી છે. જે તેની આવનારી ફિલ્મ 'ગુલાબો-સીતાબો'થી જોડાયેલી છે. તેણે આ ચેલેન્જ આપતા કહ્યું કે, આને સતત પાંચ વખત બોલવાનું છે. આ સાથે તેણે એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં તે ટંગ ટ્વિસ્ટર ચેલેન્જ બોલતા જોવા મળે છે. વીડિયો શેર કરતા અમિતાભે કેપ્શનમાં લખ્યું કે, બસ 5 વખત ટંગ ટ્વિસ્ટર ચેલેન્જ બોલવાની છે.

બિગ બીએ આ ટંગ ટ્વિસ્ટર ચેલેન્જ માટે આયુષ્માન ખુરાના, દીપિકા પાદુકોણ, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, વિરાટ કોહલી, કાર્તિક આર્યન અને ભૂમિ પેડનેકરને પણ ટેગ કર્યા છે.

ABOUT THE AUTHOR

...view details