ગુજરાત

gujarat

મોટા પડદા પર ફિલ્મ જોવાનો અનુભવ કંઇક અલગ છે : અનુષ્કા શર્મા

By

Published : Jun 21, 2020, 3:45 PM IST

નિર્માતા તરીકે, અનુષ્કા શર્માએ વેબ સિરીઝ 'પાતાલ લોક' પરથી ડિજિટલ પ્લેટફોર્મ પર શરૂઆત કરી હતી. જોકે તે હવે તેની આગામી રોમાંચક ફિલ્મ 'બુલબુલ' રિલીઝ કરવાની તૈયારીમાં છે.અનુષ્કાએ કહ્યું કે, " ડિજિટલ પ્લેટફોર્મની શરૂઆત ફક્ત કોવિડ -19 ના કારણે નથી થઇ, પરંતુ વર્ષોથી તેણે પોતાની એક ઓળખ બનાવી છે. તેઓ આ પ્લેટફોર્મ પર દર્શકોને જુદી જુદી મનોરંજનની સામગ્રી રજૂ કરી રહ્યા છે. જોકે, અભિનેત્રીએ એમ પણ કહ્યું હતું કે મોટા પડદા પર ફિલ્મ જોવાનો અનુભવ કંઇક અલગ છે."

અનુષકા શર્મા
અનુષકા શર્મા

મુંબઇ: અભિનેત્રી અને નિર્માતા અનુષ્કા શર્માને લાગે છે કે, મોટા પડદા પર ફિલ્મ જોવાનો અનુભવ કંઇક અલગ છે. તેને લાગે છે કે, કોવિડ 19 પછીના સમયે ફિલ્મ જોવાનો નજરીયો બદલી નાખ્યો છે. લોકો હવે જે ફિલ્મો થિયેટરમાં જોતા હતા તે હવે OTT પર જોઇ રહ્યા છે.

અનુષ્કા શર્માની ગણના હવે ઓટીટી પ્લેટફૉર્મની પાવરફુલ પ્રોડ્યુસર તરીકે થાય તો નવાઈ નહીં લાગે કેમ કે તે એક પછી એક રસપ્રદ પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. હજી ઍમેઝૉન પ્રાઇમ પર 15 મેએ રિલીઝ થયેલી તેની ક્રાઇમ-થ્રિલર ‘પાતાલ લોક’ની ચારેકોર પ્રશંસા થઈ રહી છે ત્યાં જ અનુષ્કાએ પોતાના પ્રોડક્શન-હાઉસ ‘ક્લીન સ્લેટ ફિલ્મ્સ’ હેઠળ બીજી વેબ-સિરીઝ પર કામ શરૂ કરી નાખ્યું છે. ‘માઇ’ નામની આ ક્રાઇમ-થ્રિલર સિરીઝ ડિજિટલ પ્લેટફૉર્મ નેટફ્લિક્સ માટે બનવાની છે જેનું નિર્દેશન અતુલ મોંગિયા સંભાળશે.

મહામારીને લીધે ફિલ્મ ઉદ્યોગ બંધ છે અને ડિજિટલ મીડિયમ પોતાના કંટેન્ટથી આ શો બતાવી રહ્યા છે. આ વિશે પૂછતાં અનુષ્કાએ કહ્યું કે, " આ એક અપવાદરૂપ સંજોગો છે જેને આપણે બધા અનુભવીએ છીએ. મને લાગે છે કે, આ સમયના આધારે કંઇપણ નિર્ણય કરવો શક્ય નથી." પણ હા, કેટલીક બાબતો આગળ આવી છે."તેણે વધુમાં કહ્યું કે," મને લાગે છે કે ડિજિટલ પ્લેટફોર્મ ફક્ત કોવિડ -19 ને કારણે જ નથી, પરંતુ વર્ષોથી તેણે પોતાની એક અલગ ઓળખ સ્થાપિત કરી છે. તેઓ દર્શોકોને મનોરંજનની જુદી જુદી સામગ્રી રજૂ કરી રહ્યા છે. "અભિનેત્રીની પ્રોડક્શનની આગામી થ્રિલર ફિલ્મ 'બુલબુલ' રિલીઝ થવાની છે.

પાતાલ લોક' ની સફળતા પછી અનુષ્કા શર્મા 'બુલબુલ' નામની બીજી વેબ સિરીઝ સાથે હાજર છે. આ વેબ સિરીઝની વાર્તા અંધશ્રદ્ધા અને માન્યતાઓની આસપાસ ફરે છે. આ વેબ સિરીઝમાં અવિનાશ તિવારી, ત્રૃપ્તિ ડિમરી, રાહુલ બોઝ, પરમ્બ્રાતા અને પાઓલી ડેમની મહત્વની ભૂમિકા છે. અનુષ્કા શર્માની નવી વેબ સિરીઝ 'બુલબુલ' નું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે, જે એકદમ રહસ્યમય છે.આ વેબ સિરીઝ અનુષ્કાના ડ્રીમ પ્રોજેક્ટમાંની એક છે. અનુષ્કાની વેબ સિરીઝ 24 જૂને નેટફ્લિક્સ પર રિલીઝ થશે.

25 વર્ષની ઉંમરે નિર્માતા બનનાર અનુષ્કા કહે છે, "આ પ્લેટફોર્મ્સ સાથે સાબિત થયું છે, જ્યાં કેટલીક વાર્તાઓ છે, કેટલાક શો છે જેણે આ પ્લેટફોર્મ્સ પર સારું પ્રદર્શન કર્યું છે. ભારતમાં એક લોકોએ OTT પર રિલીઝ કેટલીક ફિલ્મોને પંસદ કર્યા છે. "

ABOUT THE AUTHOR

...view details