ગુજરાત

gujarat

કરણ, રણબીર અને કરીના બોલિવૂડની ગૉસિપ ત્રિપુટી છે: અનન્યા પાંડે

By

Published : Jun 2, 2020, 10:42 PM IST

બી-ટાઉનમાં જયારે 'ગૉસિપ ગર્લ્સ'ની વાત આવે ત્યારે ઘણા લોકોએ કરીના કપૂરનું નામ લીધું છે. ત્યારે હવે બોલિવૂડની નવી સ્ટાર અનન્યા પાંડેએ કહ્યું છે કે, બોલિવૂડની ગૉસિપ ત્રિપુટી માટે જો કોઈ ફિટ બેસતુ હોય તો તે છે, કરણ જોહર, રણબીર કપૂર અને કરીના કપૂર ખાન.

કરણ, રણબીર અને કરીના બોલિવૂડની ગૉસિપ ત્રિપુટી છે: અનન્યા પાંડે
કરણ, રણબીર અને કરીના બોલિવૂડની ગૉસિપ ત્રિપુટી છે: અનન્યા પાંડે

મુંબઈ: એક ઇન્ટરવ્યૂમાં બોલિવૂડ અભિનેત્રી અનન્યાએ પાંડેએ જણાવ્યુ હતું કે, કરણ જોહર, રણબીર કપૂર અને કરીના કપૂર ખાન બોલિવૂડની ગૉસિપ ત્રિપુટી છે.

આ સિવાય ઘણા બોલિવૂડ સિતારાઓએ કરીના અને તેના કઝીન રણબીરનું નામ આ લિસ્ટમાં સામેલ કર્યું છે.

'ધ કપિલ શર્મા શૉ' પર પોતાની આવનારી ફિલ્મ 'સૂર્યવંશી'નું પ્રમોશન કરવા માટે આવેલા અક્ષય કુમાર અને કરણ જોહરે પણ કરીનાને બોલિવૂડની ગૉસિપ ક્વિન ગણાવી હતી.

અક્ષયે કહ્યું, ''તેને બધી જ ખબર હોય છે.'' તો કરણે પણ ઉમેર્યુ, ''મેં મુંબઈ પોલીસને જણાવ્યું છે કે, તેઓ કરીનાને રાખી લે, મને એમ થાય છે કે કદાચ તેનો સીસીટીવીનો બિઝનેસ છે. તેણે સૌના ઘરે કેમેરા લગાવેલા છે અને તમામનો કંટ્રોલ પોતાની પાસે રાખ્યો છે. જ્યાં તે બેસીને જોયા કરતી હોય છે કે ઇન્ડસ્ટ્રીમાં શું ચાલી રહ્યું છે! ''

અનન્યા પાંડે લોકડાઉનમાં પોતાને વ્યસ્ત રાખી રહી છે. આવનારા સમયમાં તેની બે ફિલ્મો રિલીઝ થવાની છે જેમાની એક ઈશાન ખટ્ટર સાથે 'ખાલીપીલી' અને એક વિજય દેવરાકોંડા સાથે 'ફાઈટર' છે.

ABOUT THE AUTHOR

...view details