ગુજરાત

gujarat

બિગ બીએ તેમના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવા બદલ ચાહકોનો માન્યો આભાર

By

Published : Jul 14, 2020, 7:57 PM IST

અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, એશ્વર્યા અને આરાધ્યાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાની જાહેરાત થતા જ દેશભરમાંથી બચ્ચન પરિવાર માટે પ્રાર્થનાઓનો વરસાદ થઇ રહ્યો છે. બિગ બીએ પણ સોશિયલ મીડિયા પર ચાહકોનો આભાર માનતી એક પોસ્ટ શેર કરી હતી.

બિગબીએ તેમના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવા બદલ ચાહકોનો માન્યો આભાર
બિગબીએ તેમના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવા બદલ ચાહકોનો માન્યો આભાર

મુંબઈ: બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન અને તેમના પરિવારજનો કોરોના સંક્રમિત થતા દેશભરમાંથી તેમના ચાહકો દ્વારા પ્રાર્થનાઓ તથા હવન, જાપ યોજી તેમના સ્વાસ્થ્ય માટે શુભેચ્છાઓનો વરસાદ થઇ રહ્યો છે. જેના માટે બિગ બીએ તેમના સોશીયલ મીડિયા એકાઉન્ટ પર ચાહકોનો આભાર માન્યો હતો.

બિગ બીએ લખ્યું, "પ્રાર્થનાઓ, સદ્ભાવના ઓનાં મુશળધાર વરસાદે સ્નેહ રૂપી બંધન તોડી નાખ્યાં છે અને હું તેમાં વહી ગયો છું. મારા એકાંતના અંધકારને તમે સૌ પ્રજ્વલિત કર્યો છે. વ્યક્તિગત આભાર હું માની નહી શકું પરંતુ તમારા સૌના પ્રેમ બદલ હું નતમસ્તક છું."

મુંબઇની નાણાવટી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયેલા અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનની હાલત હવે સ્થિર છે. જ્યારે એશ્વર્યા અને આરાધ્યા હોમ આઇસોલેશનમાં છે.

બચ્ચન પરિવાર સિવાય અનુપમ ખેરના માતા અને ભાઇ સહિત 4 લોકો કોરોના પોઝિટિવ છે જ્યારે અભિનેત્રી સારા અલી ખાનનો ડ્રાઈવર પણ કોરોનાથી સંક્રમિત થયો છે.

ABOUT THE AUTHOR

...view details