ગુજરાત

gujarat

અક્ષયે ભારતીય પાસપોર્ટ માટે કર્યું અપ્લાઇ, જાણો શું છે કારણ?

By

Published : Dec 7, 2019, 10:39 AM IST

મુંબઇ: બોલીવુડ અભિનેતા અક્ષય કુમાર પોતાની ફિલ્મોને લઇને હંમેશા હાઇલાઇટ થતો હોય છે. કેટલાક સમય પહેલા અક્ષય કુમારની પાસે કેનેડાની નાગરિકતા હોવા પર તેની ટીકા કરવામાં આવી હતી. આ વાતને લઇને સોશિયલ મીડિયા પર ચર્ચા ચાલી રહી છે અને લોકો હંમેશા તેની જ વાત કરતા હોય છે.

અક્ષયે ભારતીય પાસપોર્ટ માટે કર્યુ અપ્લાઇ, જાણો શું છે કારણ?
અક્ષયે ભારતીય પાસપોર્ટ માટે કર્યુ અપ્લાઇ, જાણો શું છે કારણ?

અક્ષય કુમાર એક ઇવેન્ટમાં ફિલ્મની કો-સ્ટાર કરીના કપૂર સાથે પહોંચ્યો હતો, ત્યાં અક્ષયે આ વિવાદને લઇને વાત કરી હતી. અક્ષયને આ ઇવેન્ટ દરમિયાન પુછવામાં આવ્યું કે, તે દેશભક્તિ અને ભારતીય ફોર્સને લઇને વાત કરતા હોય છે, ત્યારે ઘણા લોકો એ કહીને ટાર્ગેટ કરતા હોય છે કે તેની પાસે ભારતનો પાસપોર્ટ નથી અને ન તો તે વોટ કરે છે. તેવામાં અક્ષયને કેવુ લાગે છે?

અક્ષય કુમારે તે વાતનો ખુલાસો કર્યો કે, તેઓએ ભારતીય પાસપોર્ટ બનાવવાની અરજી કરી છે. તેઓએ કહ્યું કે, 'મેં પાસપોર્ટની અરજી કરી છે. હું એક ભારતીય છુ અને મને એ વાતનું દુ:ખ થાય છે કે મને હંમેશા તે વાત સાબિત કરવાનું કહેવામાં આવે છે. મારી પત્નિ, બાળકો બધા જ ભારતીય છે. હું ટેક્સ ભરૂ છુ અને મારી જીંદગી આ જ છે.’

આ પ્રશ્નને લઇને અક્ષય કુમારે એ પણ જણાવ્યું કે હકીકતમાં તેને કેનેડાનું નાગરિકતા કઇ રીતે પ્રાપ્ત થયું. અક્ષયે જણાવ્યું કે, તેની શરૂઆતમાં આવેલી 14 ફિલ્મો ફ્લોપ થઇ હતી અને તેને લાગ્યું કે તેનું કરીયર ખત્મ થઇ ગયું છે, ત્યારે તેના એક મિત્રએ તેને કેનેડા આવીને પોતાની સાથે કામ કરવા જણાવ્યું હતું, ત્યારબાદ અક્ષયે કેનેડાના પાસપોર્ટ બનાવવાની અરજી કરી હતી. પરંતુ, ત્યારબાદ તેની 15મી ફિલ્મએ સારી કમાણી કરી હતી.

જણાવી દઇએ કે, અક્ષય કુમાર અને કરીના કપુર આ ઇવેન્ટમાં પોતાની ફિલ્મ 'ગુડ ન્યૂઝ' ના પ્રમોશન કરવા પહોંચ્યાં હતાં. આ ફિલ્મ 27 ડિસેમ્બરના રોજ રિલીઝ થશે.

ABOUT THE AUTHOR

...view details