ગુજરાત

gujarat

Bollywood actress કિઆરા અડવાણી અને અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રાએ કરાવ્યું ફોટોશૂટ, ફોટોઝ થયા વાયરલ

By

Published : Aug 9, 2021, 12:06 PM IST

બોલિવુડ અભિનેત્રી કિઆરા અડવાણી અત્યારે પોતાની ફિલ્મોથી લઈ સોશિયલ મીડિયા પોસ્ટના કારણે ઘણી ચર્ચામાં રહે છે. કિઆરા આગામી ફિલ્મ શેરશાહમાં અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે જોવા મળશે. જોકે, ફિલ્મો પહેલા બંનેની જોડી લોકોને ઘણી પસંદ આવી રહી છે. હમણાં થોડા દિવસ પહેલાં જ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું હતું, જે લોકોને ખૂબ જ પસંદ પડ્યું હતું. તો હવે કિઆરા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ એક ફોટોશૂટ કરાવ્યું છે, જેના ફોટો પણ લોકોને ઘણા પસંદ પડી રહ્યા છે.

અભિનેત્રી
અભિનેત્રી

  • બોલિવુડ અભિનેત્રી કિઆરા અડવાણી ફરી એક વાર આવી ચર્ચામાં
  • કિઆરાએ અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે કરાવ્યું ફોટોશૂટ
  • કિઆરા આગામી ફિલ્મ શેરશાહમાં સિદ્ધાર્થ સાથે જોવા મળશે

અમદાવાદ : બોલિવુડમાં આગામી ફિલ્મ શેરશાહનું ટ્રેલર હમણાં જ રિલીઝ થયું હતું. જે લોકોને ઘણું પસંદ આવી રહ્યું છે. ફિલ્મમાં અભિનેત્રી કિઆરા અડવાણી અને અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા જોવા મળશે. જોકે, ફિલ્મ પહેલા બંનેએ એક ફોટોશૂટ કરાવ્યું છે. જેના કેટલાક ફોટોઝ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. તો બંનેના ફેન્સ પણ આ ફોટો જોઈને ઘણા ખુશ થયા હતા. શેરશાહ ફિલ્મ 12 ઓગસ્ટે રિલીઝ થઈ રહી છે. જોકે, ફિલ્મના પ્રમોશનમાં બંને કલાકાર લાગ્યા છે. ત્યારે તેમનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. બંનેના ફોટોઝ અને વીડિયોઝ પર બોલિવુડના અનેક સેલિબ્રિટીઝ કમેન્ટ કરી રહ્યા છે.

આ પણ વાંચો:Bollywood actress Kiara Advaniએ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હોટ ફોટો, થઈ રહ્યો છે વાઈરલ

સિદ્ધાર્થ અને કિઆરા એકબીજાને ડેટ કરી રહ્યા છે

ઉલ્લેખનીય છે કે, સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિઆરા અડવાણી રીયલ લાઈફમાં એકબીજાને ડેટ કરી રહ્યા છે. જેની હિન્ટ બંને અલગ અલગ પ્રસંગે એક સાથે જોવા મળી રહ્યા છે. હાલમાં જ કિઆરાના જન્મદિવસ પર સિદ્ધાર્થ મલ્હોત્રા સ્પેશિયલ ગેસ્ટ તરીકે જોવા મળ્યો હતો. રીયલ લાઈફમાં બંનેની કેમિસ્ટ્રી ઘણી શાનદાર છે, પરંતુ જોવું એ રહ્યું કે, બંને મોટા પડદા પર કમાલ કરી શકશે કે નહીં.

કિઆરાએ અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે કરાવ્યું ફોટોશૂટ

આ પણ વાંચો:બોલિવુડ અભિનેત્રી કિઆરા અડવાણીનો આજે 29મો જન્મદિવસ

ABOUT THE AUTHOR

...view details