ગુજરાત

gujarat

અભિનેત્રી ભૂમિ પેડનેકરે 'રક્ષાબંધન' ફિલ્મનું શિડ્યુઅલ કર્યું પૂર્ણ, ફરી એક વાર અક્ષય કુમાર સાથે જોવા મળશે

By

Published : Aug 11, 2021, 2:58 PM IST

બોલિવુડ અભિનેત્રી ભૂમિ પેડનેકરે (Bollywood actress Bhoomi Pednekar) હાલમાં જ પોતાની આગામી ફિલ્મ 'રક્ષાબંધન' (Rakshabandhan)નું શિડ્યુઅલ મુંબઈમાં પૂર્ણ કર્યું છે. ભૂમિ બ્લોગબસ્ટર ફિલ્મ 'ટોયલેટ-એક પ્રેમ કથા' ('Toilet- ek prem katha') પછી ફરી એક વાર આ ફિલ્મમાં અક્ષય કુમાર (Akshay Kumar) સાથે ફિલ્મી પડદે જોવા મળશે. આ ફિલ્મનું ડિરેક્શન આનંદ એલ. રાયે કર્યું છે.

અભિનેત્રી ભૂમિ પેડનેકરે 'રક્ષાબંધન' ફિલ્મનું શિડ્યુઅલ કર્યું પૂર્ણ, ફરી એક વાર અક્ષય કુમાર સાથે જોવા મળશે
અભિનેત્રી ભૂમિ પેડનેકરે 'રક્ષાબંધન' ફિલ્મનું શિડ્યુઅલ કર્યું પૂર્ણ, ફરી એક વાર અક્ષય કુમાર સાથે જોવા મળશે

  • બોલિવુડ અભિનેત્રી ભૂમિ પેડનેકરે (Bollywood actress Bhoomi Pednekar) 'રક્ષાબંધન' ફિલ્મનું શિડ્યુઅલ મુંબઈમાં કર્યું પૂર્ણ
  • ભૂમિ પેડનેકર (Bhoomi Pednekar) આ ફિલ્મમાં ફરી એક વાર અભિનેતા અક્ષય કુમાર (Actor Akshay Kumar) સાથે જોવા મળશે
  • આ પહેલા બંને કલાકાર 'ટોયલેટ-એક પ્રેમ કથા' ('Toilet- ek prem katha') ફિલ્મમાં જોવા મળ્યા હતા

અમદાવાદઃ બોલિવુડ અભિનેત્રી ભૂમિ પેડનેકરે (Bollywood actress Bhoomi Pednekar) હાલમાં જ પોતાની આગામી ફિલ્મ 'રક્ષાબંધન'નું (Rakshabandhan) શિડ્યુઅલ મુંબઈમાં પૂર્ણ થયું છે. ત્યારે ભૂમિ પેડનેકરે આ અંગે કહ્યું હતું કે, રક્ષાબંધનના માધ્યમથી મને પોતાના જીવનના સૌથી વધુ વિશેષ લોકો સાથે રિયુનિયન થવાની તક મળે છે.

આ પણ વાંચો-Birthday: બોલિવુડ અભિનેત્રી Jacqueline fernandezનો આજે 36મો જન્મદિવસ, જેકલિને બોલિવુડમાં કઈ રીતે બનાવી જગ્યા? જુઓ

આનંદ સરે મારી પર વિશ્વાસ મુક્યો તે માટે આભારઃ ભૂમિ

અભિનેત્રી ભૂમિ પેડનેકરે (Actress Bhoomi Pednekar) વધુમાં ઉમેર્યું હતું કે, આનંદ એલ. રાય સરને હું મારા ગુરૂ માનું છું. તેમણે એક કલાકાર તરીકે તે સમયે મારી ઉપર વિશ્વાસ મુક્યો જ્યારે મેં પોતાની કારકિર્દી શરૂ કરી હતી અને 'શુભ મંગલ સાવધાન'માં પણ મને તક આપી હતી. આ માટે હું હંમેશા તેમની આભારી રહીશ. આ માટે ફરી એકવાર તેમની સાથે કામ કરવા મળ્યું તે મારા માટે સારી તક છે.

આ પણ વાંચો-સિંગર નેહા કક્કડે પતિ અને ભાઈ સાથે 'સાથ ક્યા નિભાઓગે' ગીત પર લગાવ્યા ઠુમકા, વીડિયો વાઈરલ


અક્ષય કુમારે મને પહેલી બ્લોગબસ્ટર ફિલ્મમાં કામ કરવાની તક આપીઃ ભૂમિ પેડનેકર
અભિનેત્રી ભૂમિ પેડનેકરે વધુમાં ઉમેર્યું હતું કે, અક્ષય કુમાર સરે મને એક એવી ફિલ્મમાં સાથે કામ કરવાની તક આપી, જે મારી પહેલી બ્લોગબસ્ટર ફિલ્મ બની. ફિલ્મ 'ટોયલેટ-એક પ્રેમ કથા'માં અમારી જોડીને લોકોએ ઘણી પસંદ કરી હતી અને તે ફિલ્મે મારામાં આત્મવિશ્વાસ જગાડ્યો હતો. આ ફિલ્મથી મને ઈન્ડસ્ટ્રીમાં ઉચ્ચ સ્તર મેળવવામાં મદદ કરી છે. જ્યારે મને ખબર પડી કે રક્ષાબંધન ફિલ્મમાં મને ફરીથી તેમની સાથે કામ કરવાની તક મળશે તો મારી ખુશી બમણી થઈ ગઈ હતી.

ABOUT THE AUTHOR

...view details