ગુજરાત

gujarat

અભિનેતા અક્ષય કુમારે પંજાબ પોલીસને 500 ઘડિયાળ ભેટ આપી

By

Published : Jun 21, 2020, 7:57 PM IST

ફિલ્મ અભિનેતા અક્ષય કુમારે પંજાબ પોલીસને પાંચસો ઘડિયાળ ભેટ આપી છે. શરીરનું તાપમાન જણાવવાની સાથે સાથે આ ઘડિયાળો બ્લડ પ્રેશર વિશે પણ માહિતી આપે છે. પોલીસ કમિશ્નર ગુરપ્રીતસિંહ ભુલ્લરે શનિવારે પોલીસ લાઇનમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન કોરોના યોદ્ધાઓ માટે પાંચસો પોલીસ જવાનોને મોકલવામાં આવેલી ઘડિયાળોનું વિતરણ કર્યું હતું.

અભિનેતા અક્ષય કુમારે પંજાબ પોલીસને પાંચસો ઘડિયાળ ભેટ આપી
અભિનેતા અક્ષય કુમારે પંજાબ પોલીસને પાંચસો ઘડિયાળ ભેટ આપી

જલંધર: બોલીવૂડ અભિનેતા અક્ષય કુમારે પંજાબ પોલીસના ફ્રન્ટ લાઇન યોદ્ધાઓને પાંચસો સ્માર્ટ ઘડિયાળો ભેટ આપી હતી. જેને શનિવારે પોલીસ કમિશ્નર દ્વારા પોલીસ કર્મચારીઓમાં વહેંચવામાં આવ્યી હતી.

શનિવારે પોલીસ કમિશ્નર ગુરપ્રીતસિંહ ભુલ્લરે પંજાબના મુખ્ય પ્રધાન કેપ્ટન અમરેન્દ્રસિંઘ દ્વારા શરૂ કરાયેલા 'મિશન ફતેહ' અંતર્ગત સ્થાનિક પોલીસ લાઇનમાં આયોજિત એક સમારોહમાં સ્માર્ટ વોચ આપીને અભિયાનની શરુઆત કરી હતી.

પોલીસ કમિશ્નરે બોલીવૂડ અભિનેતા અક્ષયને આ પહેલનો સ્વીકાર કરવા બદલ આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે, આનાથી પોલીસ કર્મીઓનું મનોબળ વધશે.બોલીવૂડ અભિનેતા અક્ષયે આવી ઘડિયાળો મુંબઇ અને નાસિક પોલીસને પણ આપી છે. તેમણે પંજાબ પોલીસના ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ માટે 500 ઘડિયાળ મોકલી હતી.

પોલીસ કમિશ્નર ભુલ્લરે જણાવ્યું હતું કે, આ સ્માર્ટ ઘડિયાળો શરીરના તાપમાન ટેસ્ટ, બ્લડ પ્રેશર મોનિટરિંગ ઉપરાંત ઘણી વિશિષ્ટ સુવિધાઓ ઉપલ્બધ કરાવામાં આવી છે.તેમણે કહ્યું કે મુખ્ય પ્રધાન દ્વારા આ અભિનાયન શરૂ કરવામાં આવ્યો છે.

અભિનેતા અક્ષય કુમારે કહ્યું કે, તેઓ પોલીસનું જેટલું પણ આભાર વ્યક્ત કે ઓછુ છે. કોરોના વાઇરસ સામે સતત્ત પોતાનો કર્તવ્ય તેઓ નિભાવી રહ્યા છે અને લોકોની રક્ષા કરી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details