ગુજરાત

gujarat

અભિનેતા ગજરાજ રાવના મત મુજબ મોટી ફિલ્મો જોવા માટે સિનેમા જ બેસ્ટ

By

Published : Aug 8, 2020, 5:44 PM IST

શેખર કપુરની 'બેંડિટ ક્વિન'થી બોલિવૂડમાં એન્ટ્રી કરનાર અભિનેતા ગજરાજ રાવનું માનવું છે કે, ઓટીટી પ્લેટફોર્મ કન્ટેન્ટ આધારિત શો અને ફિલ્મ માટે એક મહત્વપૂર્ણ મંચ તરીકે બહાર આવ્યો છે. પરંતુ 'બાહુબલી' અથવા 'બાગી' જોવા માટે તમારે એક મોટી સ્ક્રીનની જરૂર પડશે.

અભિનેતા ગજરાજ રાવના મત મુજબ મોટી ફિલ્મો જોવા માટે સીનેમા જ બેસ્ટ છે
અભિનેતા ગજરાજ રાવના મત મુજબ મોટી ફિલ્મો જોવા માટે સીનેમા જ બેસ્ટ છે

મુંબઇ: અભિનેતા ગજરાજ રાવનું માનવું છે કે, ઓટીટી પ્લેટફોર્મ કન્ટેન્ટ આધારિત શો અને ફિલ્મ માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ તરીકે ઉભરી આવ્યું છે. જો કે, તે એમ પણ કહે છે કે, મોટી ફિલ્મોને અસરકારક રીતે જોવા માટે, દર્શકોએ મોટા પડદે સિનેમા તરફ પાછા ફરવું પડશે.

“મને લાગે છે કે ઓટીટી પ્લેટફોર્મ કન્ટેન્ટ બેઝ્ડ શો અને ફિલ્મ માટે સારી અને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે, પરંતુ 'બાહુબલી' અથવા 'બાગી' જોવા માટે તમારે એક મોટી સ્ક્રીનની જરૂર પડશે.”

ગજરાજે 1994 માં શેખર કપૂરની 'બેંડિટ ક્વીન' સાથે બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો અને બાદમાં 'દિલ સે ..', 'બ્લેક ફ્રાઇડે', 'તલવાર' અને 'રંગૂન' જેવી ફિલ્મોમાં જોવા મળ્યા હતા. 2018 માં 'બધાઇ હો' માં આવ્યા પછી તે ખૂબ જ પ્રખ્યાત બન્યા હતા.

તેમની નવી કોમેડી ફિલ્મ 'લૂટકેસ' ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં કૃણાલ ખેમુ, રસિકા દુગ્ગલ અને રણવીર શોરે પણ છે.

ABOUT THE AUTHOR

...view details