ગુજરાત

gujarat

મોસ્ટ અવેટેડ સીરીઝ 'બ્રીથ: ઇન ધ શેડોઝ' 10 મી જુલાઈએ એમેઝોન પ્રાઇમ પર શરૂ થશે

By

Published : Jun 12, 2020, 7:52 PM IST

મોસ્ટ અવેટેડ સરીઝ 'બ્રીથ: ઇન ધ શેડોઝ' 10 મી જુલાઈ, 2020 ના રોજ વિશ્વભરના 200 થી વધુ દેશો અને પ્રદેશોમાં, ફક્ત એમેઝોન પ્રાઇમ વીડિયો પર શરૂ થશે. સાઇકોલોજિકલ ક્રાઈમ થ્રિલર 'બ્રીથ: ઇન ધ શેડોઝ' એ અબુન્દંતિયા એન્ટરટેઈનમેન્ટ દ્વારા કંપોઝ કરવામાં આવી છે.

બ્રીથ: ઇન ધ શેડોઝ
બ્રીથ: ઇન ધ શેડોઝ

મુંબઇ: એમેઝોન પ્રાઇમ વીડિયોએ જાહેરાત કરી કે એમેઝોન ઓરિજિનલ સીરીઝ 'બ્રીથ' ની નવી સીઝન 10 જુલાઈ, 2020 ના રોજ રીલિઝ થશે. આ સીરીઝની સાથે બોલીવુડ અભિનેતા અભિષેક બચ્ચન ડિજિટલ ડેબ્યૂ કરશે.

દક્ષિણ ભારતના પ્રમુખ કલાકારોમાંથી એક નિત્ય મેનન પણ આ સીરીઝથી પોતાની ડિજિટલ શરૂઆત કરશે. સૈયામી ખેર પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.અભિનેતા અમિત સાધને ફરી એક વખત સીનિયર ઇંસ્પેક્ટર કબીર સાવંતના રોલમાં જોવા મળશે.આ સીરીઝ એક સાથે 200 દેશોમાં રિલીઝ થશે.

એમેઝોન પ્રાઈમ વીડીયોના ઈન્ડિયા ઓરિજિનલ્સના વડા અપર્ણા પુરોહિત કહે છે, "અભિષેક બચ્ચન, અમિત સાધ, નિત્ય મેનન અને સૈયામી ખેર સહિતના અન્ય કલાકારો સાથે નવો શો 'બ્રીથ: ઇન ધ શેડોઝ' રજૂ કરવામાં તે ખૂબ જ ઉત્સાહિત છે. હું માનું છું કે અમારા પ્રેક્ષકો આ સીરીઝને ખુબ પસંદ કરશે "

અબુંદંતિયા એન્ટરટેઇનમેન્ટના સ્થાપક અને સીઈઓ વિક્રમ મલ્હોત્રાએ શેર કર્યું, "અબુંદંતિયા એન્ટરટેઈનમેન્ટ હંમેશા વિવિધ પ્રકારોમાં આકર્ષક અને પ્રભાવશાળી કંટેન્ટ બનાવવામાં સૌથી આગળ રહ્યું છે.અમે ફરીથી એમેઝોન પ્રાઇમ વીડિયો સાથે સીરીઝ 'બ્રીથ' ની નવી સીઝન શરૂ કરવા માટે ઉત્સાહિત છે. અમિત, નિત્યા અને સૈયામી સાથે જોડાવાથી હું ખૂબ જ ખુશ છું અને આ શો બંધાને ગમશે."

દિગ્દર્શક મયંક શર્માએ કહ્યું કે, "અમે પ્રાઇમ મેમ્બર્સ માટે 'બ્રીથ' ની નવી સીઝન લાવવામાં ખુશ છીએ. આ શોમાં દરેક પાત્રની એક પોતાની વાર્તા છે, ત્યારે પ્રેક્ષકોને ખ્યાલ આવશે કે આ વાર્તા કેટલી રસપ્રદ છે. "

ABOUT THE AUTHOR

...view details