આમિર ખાને પોતાની આગામી ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા' નું મોશન પોસ્ટર ટ્વિટર પર શેર કર્યું છે. જેમાં સંગીતકાર પ્રિતમની એક ધુન જોવા મળે છે. પોસ્ટરમાં ફિલ્મના નામને આકાશમાં સફેદ રંગથી લખવામાં આવ્યું છે.
આ પોસ્ટર શેર કરતા આમિર ખાને કેપ્શનમાં લખ્યું છે કે, ' ક્યા પતા હમ મે હૈ કહાની, યા હૈ કહાની હમ મે'. આ ફિલ્મમાં આમિર સિવાય કરીના કપુર પણ મહત્વની ભુમિકામાં જોવા મળશે.
મહત્વનું છે કે આ ફિલ્મ ઓસ્કાર વિજેતા 'ફોરેસ્ટ ગમ્પ' ફિલ્મનું રૂપાંતર છે. જેમાં ટોમ હૈક્સ અને રોબિન રાઈટ મુખ્ય પાત્રોમાં હતાં. આમિર ખાન આ ફિલ્મને વાયાકોમ 18 મોશન પિક્ચર્સ સાથે મળી પ્રોડયુસ કરી રહ્યા છે. અદ્વૈત ચંદન દ્વારા નિર્દેશિત અને અતુલ કુલકર્ણી દ્વારા લિખિત આ ફિલ્મ 2020માં ક્રિસમસ પર રિલીઝ થશે.
आमिर की 'लाल सिंह चड्ढा' का मोशन पोस्टर रिलीज