ગુજરાત

gujarat

તુર્કીના રાષ્ટ્રપતિની પત્ની સાથે આમિર ખાનની મુલાકાત,આ કારણે થઇ રહ્યા છે ટ્રોલ...

By

Published : Aug 17, 2020, 1:29 PM IST

તુર્કીની રાજધાની ઇસ્તાંબુલ સ્થિત રાષ્ટ્રપતિ ભવન હુબેર મેન્શનમાં યોજાયેલી આ બેઠકની તસવીર તુર્કીની પ્રથમ મહિલા અમીને શેર કરી હતી. આ મુલાકાત બાદ આમિર ખાનની લોકો ટીકા કરી રહ્યા છે.

આમિર ખાન
આમિર ખાન

મુંબઇ : બોલીવુડ અભિનેતા આમિર ખાન વિવાદમાં આવ્યા છે.તેઓ તેમની મહત્વાકાંક્ષી ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાના શૂટિંગના સંદર્ભમાં તુર્કી પહોંચ્યા હતા. તેમણે રવિવારે તુર્કીના રાષ્ટ્રપતિની પત્ની એમીન એર્દોગન સાથે મુલાકાત કરી હતી.તુર્કીની રાજધાની ઇસ્તંબુલમાં રાષ્ટ્રપતિ ભવન હુબર મેન્શનમાં યોજાયેલી આ મુલાકાતની તસ્વીર તુર્કીની પ્રથમ મહિલા એમીને શેર કરી હતી.આ મુલાકાત બાદ આમિર ખાનની ટીકા કરવામાં આવી રહી છે.

તુર્કીના રાષ્ટ્રપતિએ જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવાના વિરુદ્ધ નિવેદન આપ્યું હતું અને આ જ કારણ છે કે, આમિર અને તુર્કીની પ્રથમ મહિલાની મુલાકાતને કારણે ભારતના સોશિયલ મીડિયા યૂઝર્સો તેના પર ગુસ્સે થઈ રહ્યા છે.

સોશિયલ મીડિયા પર લોકો આ મામલાને 2018માં અઝકાઇલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂના ભારત મુલાકાત સાથે જોઇ રહ્યા છે. આ સમય નેતન્યાહૂએ બોલીવૂડના કેટલાક સ્ટાર્સ સાથે મુલાકાત કરી હતી. જોકો તે સમયે શાહરૂખ ખાન, આમિર ખાન, સલમાન ખાને આ મુલાકાતમાં ભાગ લેવા માટે ના પાડી હતી.સોશિયલ માડિયા પર એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે, અઝરાઇલ જો કોઇ અંતરરાષ્ટ્રીય મંચ પર ભારતનું સાથ આપી ચુક્યું છે, ત્યારે તે દેશના રાષ્ટ્રપતિથી આમિર ખાને મુલાકાત કરવાથી ના પાડી દીધી હતી, અને હેવ તેઓ તુર્કીની પ્રથમ મહિલા સાથે મુલાકાત કરીને ખુશ છે.

આમિર ખાન ઘણી વખત કટ્ટર હિન્દુવાદી સંગઠનોના નિશાન બની ચુક્યા છે. 2015 માં, આમિર ખાને અસહિષ્ણુતાને લગતા નિવેદન આપ્યું હતું, જેના કારણે દેશભરમાં હંગામો થયો હતો. આ સિવાય હિન્દુવાદી સંગઠનોએ તેમની ફિલ્મ પીકે માટે પણ તેમને નિશાન બનાવ્યું હતું. કોરોના રોગચાળાને કારણે, લાલસિંહ ચઢ્ઢા ફિલ્મનું શૂટિંગ બંધ કરવું પડ્યું હતું. આમિર ખાન ઉપરાંત કરીના કપૂર ખાન પણ આ ફિલ્મમાં કામ કરી રહી છે.

ABOUT THE AUTHOR

...view details