ગુજરાત

gujarat

Happy Birthday Arjun: ઈશકઝાદે અર્જૂનનો આજે 36મો જન્મદિવસ

By

Published : Jun 26, 2021, 4:30 PM IST

બૉલિવૂડ અભિનેતા ઈશકઝાદે અર્જુન કપૂર(Arjun Kapoor)નો આજે શનિવારના રોજ 36મો જન્મદિવસ છે. અર્જુન કપૂરે ફિલ્મ 'ઈશકઝાદે'(Ishaqzaade)થી બૉલિવૂડમાં પદાર્પણ કર્યું હતું. અર્જૂન કપૂર અભિનેતા તરીકે ખૂબ જ સફળ છે. આ સાથે જ અર્જુન પોતાની એક્ટિંગ સિવાય પોતાના લવ અફેર્સના કારણે પણ ચર્ચામાં રહે છે. અભિનેતા બનતા પહેલા અર્જૂન કપૂર ફિલ્મમાં આસિસ્ટન્ટ ડિરેક્ટરનું કામ કરતા હતા.

arjun kapoor
arjun kapoor

  • બૉલિવૂડના ઈશકઝાદા અર્જૂન કપૂરનો આજે જન્મદિવસ
  • અર્જૂન એક્ટિંગ સિવાય લવ અફેર્સના કારણે પણ રહે છે ચર્ચામાં
  • અભિનેતા બનતા પહેલા અર્જૂન આસિસ્ટન્ટ ડિરેક્ટર હતો

ન્યૂઝ ડેસ્ક(Bollywood News): બૉલિવૂડની ખૂબ જ ચર્ચિત ફિલ્મ 'ઈશકઝાદે'(Ishaqzaade)થી બૉલિવૂડમાં એન્ટ્રી કરી ધૂમ મચાવનારા અભિનેતા અર્જુન કપૂર(Arjun Kapoor)નો આજે શનિવારના રોજ 36મો જન્મદિવસ છે. તેમના જન્મદિવસ નિમિત્તે બૉલિવૂડના અનેક કલાકારોએ અર્જૂનને શુભેચ્છા પાઠવી હતી.

પરિવાર સાથે અર્જુન કપૂર

અભિનેતા બનતા પહેલા અર્જૂને અનેક ફિલ્મોમાં અસિસ્ટન્ટ ડિરેક્ટરનું પણ કામ કર્યું હતું. અર્જૂન પોતાની ફિલ્મોની સાથે સાથે પોતાના લવ અફેર્સના કારણે પણ ચર્ચામાં રહે છે. હાલમાં અર્જૂન કપૂર પોતાનાથી 10 વર્ષ મોટી અભિનેત્રી મલાઈકા અરોરા સાથે રિલેશનમાં હોવાની ચર્ચા થઈ રહી છે. અનેક જગ્યાએ અર્જૂન અને મલાઈકા એક સાથે જોવા મળી રહ્યા છે.

અર્જુન કપૂર તેની માતા સાથે

આ પણ વાંચો: Birthday Special : અર્જુન કપુરનો આજે 35મો જન્મદિવસ

પહેલી ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ અર્જૂનની માતાનું થયું હતું નિધન

વર્ષ 2012માં આવેલી ફિલ્મ 'ઈશકઝાદે' અર્જૂન કપૂરની પહેલી ફિલ્મ હતી. જો કે, તે જ વખતે અર્જૂન કપૂર માટે એક ખરાબ સમાચાર આવ્યા હતા. કારણ કે, કેન્સરથી પીડિત તેમના માતા મોના કપૂરનું નિધન થયું હતું. જો કે, મોના કપૂરને અર્જૂન કપૂરની પહેલી ફિલ્મ જોવાની ખૂબ જ ઈચ્છા હતી, પરંતુ ફિલ્મ રિલીઝ થયા તે પહેલા જ મોના કપૂરનું નિધન થયું હતું.

ફિલ્મ 'ઈશકઝાદે'થી કરી હતી બૉલીવુડમાં ઘમાકેદાર એન્ટ્રી

અર્જૂન કપૂર જ્યારે 'ઈશકઝાદે' ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા. તે સમયે મોના કપૂર ફિલ્મના સેટ પર આવતા હતા. આ વાત અર્જૂન કપૂરે અનેક વખત ઈન્ટરવ્યૂમાં કહી હતી. આટલી કપરી પરિસ્થિતિનો સામનો કર્યા પછી પણ અર્જૂન કપૂરે હિમ્મતપૂર્વક પોતાને હંમેશા સાબિત કર્યા છે. અર્જૂન કપૂર ઈશકઝાદે, ગુંડે, 2 સ્ટેટ્સ, હાફ ગર્લફ્રેન્ડ, ઈન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડ જેવી અનેક ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે.

ABOUT THE AUTHOR

...view details