ગુજરાત

gujarat

દાદાસાહેબ ફાળકે ફિલ્મ ફેસ્ટિવલ 2020ઃ ઋતિકને બેસ્ટ એક્ટરનો એવોર્ડ

By

Published : Feb 22, 2020, 11:49 AM IST

તાજેતરમાં મુંબઈમાં દાદા સાહેબ ફાળકે આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ એવોર્ડ 2020નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બોલિવૂડ અભિનેતા ઋતિક રોશનને બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો.

aaaa
ઋતિકને દાદાસાહેબ ફાળકે આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ 2020માં બેસ્ટ એક્ટરનો એવોર્ડ

મુંબઇ: તાજેતરમાં મુંબઈમાં દાદા સાહેબ ફાળકે આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ એવોર્ડ 2020નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બોલિવૂડ અભિનેતા ઋતિક રોશનને બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો.

અભિનેતાને 'સુપર 30'માં ઉત્કૃષ્ટ અભિનય માટે પ્રતિષ્ઠિત પુરસ્કારોમાંનું એક' શ્રેષ્ઠ અભિનેતા'નું બિરૂદ આપવામાં આવ્યું હતું. જેમાં અભિનેતાએ બિહારના ગણિતશાસ્ત્રી આનંદ કુમારનું પાત્ર ભજવ્યું હતું. ઋતિકની અભિનયની પ્રશંસા જ થઈ નથી, પરંતુ તેમના શિક્ષક આનંદકુમારે પણ અભિનેતાની ખુબ પ્રશંસા કરી હતી.

રિયલ આનંદ કુમારે ઋતિકની પ્રશંસા કરતાં કહ્યું કે, મને વિશ્વાસ ન તો કે, તે પોતે સ્ક્રીન પર પોતાને જોતો હતો કે, ઋતિકને જોઇ રહ્યો હતો. અભિનેતાએ 'સુપર 30'ના પાત્રની સાથે સ્ક્રીન પર ખૂબ જ મજબૂત કહાની રજૂ કરી હતી. ફિલ્મનો ડાયલોગ ' રાજા કા બેટા રાજા નહી બનેગા, રાજા વહીં બનેગા જા હકદાર હોગા. જે ડાયલોંગ ધણો ચર્ચામાં રહ્યો હતો.

ફિલ્મના શૂટિંગ દરમિયાન તેમનો બદલાવ ઇન્ટરનેટ પર ચર્ચામાં હતો. અભિનેતાના વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો, ઋતિકની બેક ટૂ બેક 2 ફિલ્મ રિલીઝ સાથે 2019નું વર્ષ એમના માટે ખાસ રહ્યું હતું. ઋતિકની ગત ફિલ્મ 'વૉર' અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની છે. જેમાં ઋતિકની સાથે ટાઈગર શ્રોફ પણ મહત્વની ભૂમિકામાં હતો.

ABOUT THE AUTHOR

...view details