કિવ: યુક્રેનની સેનાએ શનિવારે દાવો કર્યો હતો કે રશિયા તેના બીજા સૌથી મોટા શહેર ખાર્કિવમાંથી તેના સૈનિકોને હટાવી રહ્યું છે. તે જ સમયે, યુક્રેને કહ્યું કે રશિયા (UKRAINE RUSSIA CONFLICT) હવે પૂર્વીય ક્ષેત્ર પર કબજો મેળવવાની લડાઈમાં વ્યસ્ત છે. યુક્રેનના જનરલ સ્ટાફે (Ukraine General Staff) જણાવ્યું હતું કે રશિયન સૈનિકો ઉત્તરપૂર્વીય શહેર ખાર્કિવમાંથી પાછા હટી રહ્યા છે અને હવે તેઓ સપ્લાય માર્ગની સુરક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. તેમણે કહ્યું કે રશિયન સેનાએ યુક્રેનિયન સૈનિકોને નિશાન બનાવવા અને તેમના બેરિકેડ્સને નષ્ટ કરવા માટે પૂર્વીય ડોનેટ્સક વિસ્તારમાં મોર્ટાર, આર્ટિલરી તેમજ હવાઈ હુમલાઓ શરૂ કર્યા.
યુદ્ધનું પરિણામ યુરોપ અને અન્ય ભાગીદારોના સહયોગ પર નિર્ભર : યુક્રેનના સંરક્ષણ પ્રધાન ઓલેકસી રેઝનિકોવે (Oleksii Reznikov Defence Minister Ukraine) કહ્યું, 'યુક્રેન લાંબા યુદ્ધના નવા યુગમાં પ્રવેશી રહ્યું છે.' યુક્રેનના ટોચના વકીલે રશિયન સૈનિકો સામે યુદ્ધ અપરાધની ટ્રાયલ ખોલી છે, જેમાં ડર્ઝન એક સૈનિકો ટ્રાયલનો સામનો કરી શકે છે. દરમિયાન, યુક્રેનના પ્રમુખ વોલોદિમીર ઝેલેન્સકીએ જણાવ્યું હતું કે યુક્રેનિયનો આક્રમણકારોને હાંકી કાઢવા માટે તેમણે 'મહત્તમ' પ્રયાસો કરી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે યુદ્ધનું પરિણામ યુરોપ અને અન્ય ભાગીદારોના સહયોગ પર નિર્ભર રહેશે.