ગુજરાત

gujarat

International News : રશિયાનો દાવો, પુતિનને મારવા રાષ્ટ્રપતિ ભવન પર કરાયો હુમલો, યુક્રેનમાં એલર્ટ

By

Published : May 3, 2023, 9:02 PM IST

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ક્રેમલિન પર હુમલાના સમાચારે સનસનાટી મચાવી દીધી છે. રશિયા તરફથી કહેવામાં આવ્યું છે કે યુક્રેનના બે ડ્રોને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના આવાસ પર હુમલો કર્યો. જો કે, આ હુમલાથી કોઈને નુકસાન થયું નથી. તેમ છતાં મીડિયા રિપોર્ટ્સ અનુસાર પુતિનને બંકરમાં જ રહેવાની સલાહ આપવામાં આવી છે. યુક્રેનમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

Etv Bharat
Etv Bharat

મોસ્કોઃરશિયાએ દાવો કર્યો છે કે યુક્રેને રશિયન રાષ્ટ્રપતિના સત્તાવાર નિવાસસ્થાન ક્રેમલિન પર ડ્રોન વડે હુમલો કર્યો છે. રશિયાના મતે યુક્રેને પુતિનની હત્યા કરવાના ઉદ્દેશ્યથી આ પગલું ભર્યું છે. રશિયાએ કહ્યું કે રાષ્ટ્રપતિ પુતિન સંપૂર્ણપણે સુરક્ષિત છે. આ ઘટના મંગળવારની છે.

બંને ડ્રોનને તોડી પાડ્યા :હુમલો ગઇકાલ રાત્રે કરવામાં આવ્યો હતો. રશિયા તરફથી જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તેણે બંને ડ્રોનને તોડી પાડ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે આ એક આતંકવાદી હુમલો છે. રશિયાએ પણ સ્પષ્ટ કર્યું છે કે આ ઘટના બાદ તે મોટું પગલું ભરી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મોટા પગલાનો અર્થ એ છે કે રશિયા યુક્રેન પર જવાબી કાર્યવાહી કરી શકે છે. અને આ હુમલો કેટલો મોટો હશે, તેના વિશે કોઈને ખ્યાલ નથી. જો કે, રશિયાએ કહ્યું કે આ ઘટના હોવા છતાં, 9 મેના રોજ પરેડનો કાર્યક્રમ પૂર્વવત્ કરવામાં આવશે, તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. રશિયા 9 મેના રોજ વિજય દિવસ ઉજવે છે. આ દિવસે રશિયનોએ હિટલરની સેનાને ભગાડવાની કાર્યવાહી કરી હતી. આમાં શહીદ થયેલા તમામ લોકો અને સેનાની યાદમાં વિજય દિવસ ઉજવવામાં આવે છે.

ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધની જાહેરાત :રશિયન મીડિયા અનુસાર, રશિયા પાસે પણ આ હુમલાનો જવાબ આપવાનો અધિકાર છે. એવું કહેવામાં આવ્યું છે કે રશિયા પણ આવો જ હુમલો કરી શકે છે. હુમલો ક્યારે અને કેવી રીતે થશે તે અંગે માત્ર અટકળો જ ચાલી રહી છે. મોસ્કોના મેયરે શહેરમાં અનધિકૃત ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધની જાહેરાત કરી છે. જો કોઈને જરૂર પડશે તો તે સરકારી અધિકારીઓની પરવાનગી લઈને ઉડાન ભરી શકશે.

જવાબી કાર્યવાહી કરવામાં આવશે :આ હુમલા પર યુક્રેન તરફથી પણ પ્રતિક્રિયા આવી છે. યુક્રેને આ ઘટનામાં સંડોવણી હોવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ કહ્યું કે જો રશિયા જવાબી કાર્યવાહી કરશે તો તેઓ હંમેશા તેમના દેશની રક્ષા માટે તૈયાર છે. ઝેલેન્સકી હાલમાં ફિનલેન્ડના પ્રવાસે છે. તેમણે કહ્યું કે અમે કેટલાક દેશો પાસેથી વધુ એરક્રાફ્ટ લેવા આવ્યા છીએ જેથી અમે રશિયા સાથે નિર્ણાયક રીતે સ્પર્ધા કરી શકીએ. ઝેલેન્સકીએ વધુ આક્રમક અભિયાનનો સંકેત આપ્યો છે.

ABOUT THE AUTHOR

...view details