ગુજરાત

gujarat

PM Modi Japan Visit: US પ્રેસિડન્ટે વડાપ્રધાન મોદીને કહ્યું, ઓટોગ્રાફ આપશો

By

Published : May 21, 2023, 1:47 PM IST

અત્યાર સુધી આપણે દેશ-વિદેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યે સામાન્ય લોકોનો ક્રેઝ જોયો છે. પરંતુ જાપાનના હિરોશિમામાં ક્વાડ મિટિંગ દરમિયાન યુએસ પ્રેસિડેન્ટે પણ પીએમ મોદીની લોકપ્રિયતા અને તેમના કાર્યક્ષમ સંચાલનને સ્વીકાર્યું. એ પછી એમની પાસે ઓટોગ્રાફ માગ્યો હતો.

PM Modi Japan Visit: US પ્રેસિડન્ટે વડાપ્રધાન મોદીને કહ્યું, ઓટોગ્રાફ આપશો
PM Modi Japan Visit: US પ્રેસિડન્ટે વડાપ્રધાન મોદીને કહ્યું, ઓટોગ્રાફ આપશો

હિરોશિમા:શનિવારે અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે ઓટોગ્રાફની માંગ કરી હતી. અમેરિકી રાષ્ટ્રપતિએ પીએમ મોદીને કહ્યું કે, તમે આટલી મોટી ભીડનું સંચાલન કરી રહ્યા છો. અહીંના લોકો સતત તમને મળવા માંગે છે. તમે બધું કેવી રીતે મેનેજ કરો છો. સૂત્રોના જણાવ્યા અનુસાર, શનિવારે ક્વાડ મીટિંગ દરમિયાન રાષ્ટ્રપતિ જો બિડેન પીએમ મોદી પાસે આવ્યા હતા. તેમણે પીએમ મોદી સાથે હાથ મિલાવ્યા અને કહ્યું કે ઘણા લોકો તમને મળવા માંગે છે. આટલા બધા લોકોનું સંચાલન સ્વયં તમારી કાર્યક્ષમતાનું ઉદાહરણ છે.

મોટી વાત કરી દીધીઃ ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થોની અલ્બેનીઝ પણ હાજર હતા, જો બિડેન સાથે સહમત થતા કહ્યું કે, સિડનીમાં સામુદાયિક સ્વાગત માટે 20,000 લોકોની ક્ષમતા છે, પરંતુ આ કાર્યક્રમમાં વધુ લોકો આવવાના એંધાણ દેખાઈ રહ્યા છે. અમે બધી રિક્વેસ્ટ સ્વીકારવાની સ્થિતિમાં નથી. રાષ્ટ્રપતિ બિડેન અને પીએમ અલ્બેનીઝ બંનેએ પીએમ મોદી સાથે લોકોને મળવા અને તેમના સમયનું સંચાલન કરવામાં તેઓ જે પડકારોનો સામનો કરે છે તેના વિશે વાત કરી હતી.

ભારત યજમાની કરી શકેઃ ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થોની અલ્બેનિસે યાદ કર્યું કે કેવી રીતે 90,000 થી વધુ લોકોએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં PM મોદીનું ગુજરાતની મુલાકાત દરમિયાન સ્વાગત કર્યું હતું. તેના પર જો બિડેને પીએમ મોદીને કહ્યું કે, મારે તમારો ઓટોગ્રાફ લેવો જોઈએ. PM મોદી ગ્રુપ ઓફ સેવન (G7) સમિટમાં ભાગ લેવા માટે જાપાનમાં છે. વડાપ્રધાન તેમના જાપાની સમકક્ષ ફુમિયો કિશિદાના આમંત્રણ પર પૂર્વ એશિયાઈ દેશની મુલાકાતે છે. શક્તિશાળી જૂથના વર્તમાન અધ્યક્ષ તરીકે જાપાન G7 સમિટનું આયોજન કરી રહ્યું છે. PM મોદી 19 થી 21 મે દરમિયાન G7 સમિટ માટે હિરોશિમામાં છે. PM મોદીએ શનિવારે કહ્યું કે ભારત 2024માં આગામી ક્વાડ (ક્વાડરેંગલ સિક્યુરિટી ડાયલોગ મીટિંગ)ની યજમાની કરવા આતુર છે.

  1. PM Modi Japan Visit: પોતાના આઉટફીટને લઈ મોદી ફરી ચર્ચામાં, આવી ખાસ વાત છે જેકેટમાં
  2. PM Modi Japan visit: જાપાન, પાપુઆ ન્યુ ગિની અને ઓસ્ટ્રેલિયાની મુલાકાતે જશે વડાપ્રધાન મોદી
  3. Mann Ki Baat: કોણ છે લક્ષ્મણ રાવ ઇનામદાર, જેનો ઉલ્લેખ PM મોદીએ તેમના રાજકીય ગુરુ

ABOUT THE AUTHOR

...view details