ગુજરાત

gujarat

PM Modi Egypt Visit: ગ્રાન્ડ મુફ્તિએ કહ્યું, મોદી દરેક માટે સમજદારીથી નિર્ણયો કરી રહ્યા છે

By

Published : Jun 25, 2023, 8:47 AM IST

પીએમ મોદીને મળ્યા બાદ ઇજિપ્તના ગ્રાન્ડ મુફ્તી ડો. શૌકી ઇબ્રાહિમ અબ્દેલ-કરીમ અલ્લામે કહ્યું કે, પીએમ મોદીને મળીને હું સન્માનની લાગણી અનુભવું છું. પીએમ મોદી ભારત જેવા મોટા દેશ માટે સમજદારીભર્યા નિર્ણયો લઈ રહ્યા છે.

PM Modi Egypt Visit: ગ્રાન્ડ મુફ્તિએ કહ્યું, મોદી દરેક માટે સમજદારીથી નિર્ણયો કરી રહ્યા છે
PM Modi Egypt Visit: ગ્રાન્ડ મુફ્તિએ કહ્યું, મોદી દરેક માટે સમજદારીથી નિર્ણયો કરી રહ્યા છે

કૈરોંઃપીએમ મોદી ભારત જેવા મોટા દેશ માટે સમજદાર નીતિઓ લાગુ કરી રહ્યા છે. તેમણે સર્વસમાવેશક વિકાસને પ્રોત્સાહન આપવા માટે વડાપ્રધાનના નેતૃત્વની પ્રશંસા કરી હતી. ગ્રાન્ડ મુફ્તીએ કહ્યું કે, ધાર્મિક સ્તરે અમારો ભારત સાથે મજબૂત સહયોગ છે. ભારતીય સહયોગ અહીં એક ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્સેલન્સ સેન્ટર પણ ખોલવા જઈ રહ્યું છે. બંને દેશો વચ્ચે સહયોગ માટે ઘણો અવકાશ છે. કૈરોમાં ગ્રાન્ડ મુફ્તીએ વડાપ્રધાન મોદીને ખાસ ભેટ પણ આપી હતી.

ભારત મુલાકાત યાદ કરીઃ વડાપ્રધાન મોદીએ કૈરોમાં ગ્રાન્ડ મુફ્તી સાથે મુલાકાત કરી હતી. ગ્રાન્ડ મુફ્તીએ તેમની તાજેતરની ભારત મુલાકાતને ઉષ્માપૂર્વક યાદ કરી. ભારત અને ઇજિપ્ત વચ્ચેના મજબૂત સાંસ્કૃતિક અને લોકો વચ્ચેના સંબંધોને હાઇલાઇટ કરે છે. વિદેશ મંત્રાલયે એક સત્તાવાર રિલીઝમાં જણાવ્યું હતું કે, બન્ને નેતાઓ વચ્ચેની ચર્ચામાં સમાજમાં સામાજિક અને ધાર્મિક સંવાદિતા અને ઉગ્રવાદ અને કટ્ટરવાદનો સામનો કરવા સંબંધિત મુદ્દાઓ પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.

રાઉન્ડ ટેબલ મિટિંગઃ આ પહેલા પીએમ મોદીએ ઈજિપ્તના પીએમ મુસ્તફા મદબૌલી સાથે રાઉન્ડ ટેબલ મિટિંગ પણ કરી હતી. કૈરોમાં તેમના પ્રથમ કાર્યક્રમમાં, પીએમ મોદીએ ઇજિપ્તના પીએમ મુસ્તફા મેડબૌલીના નેતૃત્વમાં ઇજિપ્તની કેબિનેટમાં નવા સ્થાપિત ભારતીય એકમો સાથે બેઠક યોજી હતી. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે,આ બેઠકમાં સાત કેબિનેટ મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓ હાજર હતા. મિટિંગ દરમિયાન, વેપાર અને રોકાણ, રિન્યુએબલ એનર્જી, ગ્રીન હાઈડ્રોજન, આઈટી, ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ, ફાર્મા અને લોકો-થી-લોકોના સંબંધો સહિતના અનેક ક્ષેત્રોમાં સહકારને ગાઢ બનાવવા પર ચર્ચા કરવામાં આવી હતી.

મિસરમાં મોદીઃવડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઈજિપ્ત પ્રવાસનો રવિવારે બીજો દિવસ છે. પીએમ ઇજિપ્તના રાષ્ટ્રપતિ અલ સીસીને મળશે. મુલાકાત વાસ્તવમાં આપણી બીજી વાતચીત છે કારણ કે, આપણે અગાઉ દિલ્હીમાં મળ્યા હતા. બંને બેઠકો વચ્ચે મેં જોયું કે ભારતમાં ઘણો વિકાસ થયો છે અને તે દર્શાવે છે કે, તેઓ ભારતમાં હંમેશા અને સતત કામ કરી રહ્યા છે. ભારતમાં વિવિધ જૂથો વચ્ચે સહઅસ્તિત્વ લાવવા માટે પીએમ મોદી દ્વારા સમજદાર નીતિઓ અપનાવવામાં આવી રહી છે. ધાર્મિક સ્તરે ભારત સાથે અમારું મજબૂત જોડાણ છે.

  1. PM Modis Egypt Visit : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇજિપ્તની બે દિવસીય સરકારી મુલાકાતે કૈરો પહોંચ્યા
  2. PM Modi in America: 'ભવિષ્ય AI જ છે.', જો બિડેને વડાપ્રધાન મોદીને ભેટમાં આપી ખાસ ટી-શર્ટ

ABOUT THE AUTHOR

...view details