ગુજરાત

gujarat

S. Jaishankar News: વિદેશ પ્રધાન જયશંકર વોશિંગ્ટન ડીસી પહોંચ્યા, બ્લિંકેન, તાઈ સાથે મુલાકાત કરશે

By ANI

Published : Sep 28, 2023, 2:08 PM IST

ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકર બુધવારે વોશિંગ્ટન ડીસી પહોંચી ગયા છે. જયશંકરે ન્યૂયોર્કથી વોશિંગ્ટન ડીસી આવ્યા હતા. અહીં તેઓ ડેલિગેટ્સ સાથે બેઠકો કરશે. વાંચો એસ. જયશંકરના વોશિંગ્ટન ડીસી પ્રવાસ વિશે વિગતવાર.

વિદેશ પ્રધાન એસ જયશંકર વોશિંગ્ટન ડીસી પહોંચ્યા
વિદેશ પ્રધાન એસ જયશંકર વોશિંગ્ટન ડીસી પહોંચ્યા

વોશિંગ્ટન ડીસી(અમેરિકા): વોશિંગ્ટન ડીસીમાં એસ. જયશંકરનું ટાઈમ ટેબલ અત્યંત વ્યસ્ત રહેવાનું છે. તેમની અનેક ડેલિગેટ્સ અને ડિપ્લોમેટ્સ સાથે મીટિંગો થવાની છે. આ ડેલિગેટ્સમાં વ્હાઈટ હાઉસ ઓફિસર્સ, અમેરિકન પ્રશાસન સભ્યો, ઈન્ડસ્ટ્રીયાલિસ્ટ લીડર્સ તેમજ અમેરિકાના પ્રધાન એન્ટની બ્લિંકેનનો સમાવેશ થાય છે. જયશંકરની એક બેઠક અમેરિકન વેપાર પ્રતિનિધિ અને રાજદૂત કૈથરિન તાઈ સાથે પણ થવાની છે.

ન્યૂયોર્કમાં યુએનને સંબોધનઃઆ પહેલા મંગળવારે જયશંકરે ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રની 78મી મહાસભાને સંબોધિત કરી હતી. આ સંબોધનમાં વિદેશ પ્રધાને રાજનૈતિક ગતિરોધ વિશે વાત કરતા કેનેડા પર નિવેદન આપ્યું હતું. જયશંકરે કહ્યું કે, આતંકવાદ પર બોલતી વખતે રાજનૈતિક સુવિધાને ધ્યાને ન લેવી જોઈએ.

યુએન ચાર્ટરને સન્માનઃ તેમણે દેશની અખંડિતતાને સન્માન આપવા પર ભાર મૂક્યો હતો. તેમણે દેશના આંતરિક મામલામાં હસ્તક્ષેપ ન કરવાની સલાહ આપી હતી. સંયુક્ત રાષ્ટ્રના ચાર્ટરને સન્માન આપતા તેમણે જણાવ્યું કે નિયમ આધારિત આદેશોને આગળ વધારી શકાય છે, જો નિયમ દરેક પર સમાન રીતે લાગુ થશે તો જ નિયમ અસરકર્તા બનશે.

વિવાદિત એજન્ડા લાંબો સમય ન ટકી શકેઃકેટલાક રાષ્ટ્રો વિવાદિત એજન્ડાને લઈને આવે છે, તેમજ માનદંડોને પરિભાષિત કરે છે. જે લાંબા સમય સુધી ટકી શકે નહીં. આ કૃત્યોને પડકારવામાં આવશે. જો આપણે સૌ સાથે મળીને તેના પર વિચાર કરીશું તો એક નિષ્પક્ષ, ન્યાયસંગત અને લોકતાંત્રિક વ્યવસ્થાનું નિશ્ચિતપણે સન્માન થશે. જો નિયમોને લાગુ કરવામાં ભેદભાવ કરવામાં આવશે તો નિયમો અસરકર્તા નહીં બની રહે. તેમને અસરકર્તા બનાવવા માટે સમાન સ્વરૂપે દરેક પર લાગુ કરવા જોઈએ.

22થી 30 સપ્ટેમ્બર અમેરિકા પ્રવાસઃ ઉલ્લેખનીય છે કે 22થી 30 સપ્ટેમ્બર સુધી વિદેશ પ્રધાન અમેરિકાના પ્રવાસે છે. અહીં તેઓ આર્ટ ઓફ લિવિંગ દ્વારા આયોજિત ચોથા વિશ્વ સાંસ્કૃતિક મહોત્સવમાં ભાગ લેશે. આ મહોત્સવમાં તેમના સંબોધનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. (ANI)

  1. S Jaishankar At UN : ભારતના વિદેશપ્રધાન એસ. જયશંકરે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધન કર્યું
  2. S. Jaishankar News: 78મી UNGAને એસ. જયશંકર સંબોધિત કરશે, આ સંબોધન પર સમગ્ર વિશ્વની નજર

ABOUT THE AUTHOR

...view details