ગુજરાત

gujarat

અફઘાનિસ્તાનની વર્તમાન સ્થિતિ માટે ત્યાંના નેતા જ જવાબદાર છેઃ Joe Biden

By

Published : Aug 17, 2021, 8:42 AM IST

અફઘાનિસ્તાન પર તાલિબાન (Taliban)ના કબજા પછી અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને (US President Joe Biden) પહેલું સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, અફઘાનિસ્તાનની વર્તમાન સ્થિતિ માટે અફઘાનના નેતા જ જવાબદાર છે, જેમણે હાર માની લીધી અને દેશ છોડીને જતા રહ્યા. આ સાથે જ બાઈડને અમેરિકી સૈનિકોને પરત બોલાવવાના પોતાના નિર્ણયનો બચાવ કર્યો હતો.

અફઘાનિસ્તાનની વર્તમાન સ્થિતિ માટે ત્યાંના નેતા જ જવાબદાર છેઃ Joe Biden
અફઘાનિસ્તાનની વર્તમાન સ્થિતિ માટે ત્યાંના નેતા જ જવાબદાર છેઃ Joe Biden

  • અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા પછી અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન (US President Joe Biden)નું પહેલું સંબોધન
  • અફઘાનિસ્તાનની વર્તમાન સ્થિતિ માટે અફઘાનના નેતા જ જવાબદાર છે, જેમણે હાર માની લીધી અને દેશ છોડ્યોઃ જો બાઈડન (Joe Biden)
  • જો બાઈડને (Joe Biden) અમેરિકી સૈનિકોને પરત બોલાવવાના પોતાના નિર્ણયનો બચાવ કર્યો હતો.

વોશિંગ્ટનઃ અફઘાનિસ્તાનથી અમેરિકી સૈનિકોને પરત બોલાવવાના પોતાના નિર્ણયનો બચાવ કરતા રાષ્ટ્રપતિ જો બાઈડને સોમવારે સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, અમેરિકાની આશાથી અનેક તેજીથી યુદ્ધગ્રસ્ત દેશમાં સ્થિતિમાં બદલાવ થયો. અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા અને અફઘાનિસ્તાનની સરકાર પડી ગયા પછી બાઈડને પહેલી વખત સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, અફઘાનિસ્તાનની વર્તમાન સ્થિતિ માટે અફઘાનના નેતા જ જવાબદાર છે, જેમણે હાર માની લીધી અને દેશ છોડીને જતા રહ્યા. એટલે જ સેનાનું પતન થયું છે. આ સાથે જ બાઈડને અમેરિકી સૈનિકોને પરત બોલાવવાના પોતાના નિર્ણયનો બચાવ કર્યો હતો.

આ પણ વાંચો-AFGHANISTAN CRISIS : લોકો પોતાનો જીવ બચાવવા પ્લેનના પૈડામાં લટક્યા, હવામાં પહોંચતા જ નીચે પડ્યા

અફઘાનિસ્તાનના રાજકીય નેતાઓએ હાર માની લીધી અને દેશથી ભાગી ગયાઃ જો બાઈડન

જો બાઈડને વધુમાં કહ્યું હતું કે, તે મારા નિર્ણયની પાછળ ઉભો છું. 20 વર્ષ પછી હું કઠિન રીતે શિખ્યો કે, અમેરિકી સેનાને પરત લેવાનો કોઈ સારો સમય નહતો અને અમે હજી પણ ત્યાં છીએ. અમે જોખમ અંગે સ્પષ્ટ હતા. અમે દરેક સ્થિતિ માટે યોજના બનાવી હતી, પરંતુ આ અમારી અપેક્ષાથી વધુ તેજીથી સામે આવ્યું. અફઘાનિસ્તાનના રાજકીય નેતાઓએ હાર માની લીધી અને દેશથી ભાગી ગયા. આ માટે સેનાનું પણ મનોબળ તૂટી ગયું.

આ પણ વાંચો-કાબુલ એરપોર્ટ ફરી ખોલવામાં આવ્યું, અમેરિકાએ સૈનિકો ઉતર્યા

અનેક ટીકાનો સામનો કર્યા પછી પણ જો બાઈડન પોતાના નિર્ણય પર દ્રઢ

ઉલ્લેખનીય છે કે, તાલિબાનીઓએ રવિવારે અફઘાનિસ્તાનની રાજધાની કાબૂલમાં આવેલા રાષ્ટ્રપતિ ભવન પર કબજો કરી લીધો હતો. આ પહેલા રાષ્ટ્રપતિ અશરફ ગની દેશ છોડીને ભાગી ગયો હતો અને તેની સરકાર પડી ગઈ હતી. અફઘાનિસ્તાનના ખતરાને લઈને અમેરિકાની પણ ટીકા થઈ રહી છે. અમેરિકી સૈનિકોને પરત બોલાવવા માટે અનેક ટીકાનો સામનો કર્યા પછી પણ જો બાઈડન પોતાના નિર્ણય પર દ્રઢ છે.

ABOUT THE AUTHOR

...view details