ગુજરાત

gujarat

ઇઝરાઇલ, હમાસ લોહિયાળ 11 દિવસ પછી યુ્દ્ધ વિરામ કરવા માટે માટે સંમત

By

Published : May 21, 2021, 8:03 AM IST

ઇઝરાયલી મીડિયા અનુસાર વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુની સુરક્ષા કેબિનેટે ગાઝામાં યુદ્ધવિરામને મંજૂરી આપી દીધી છે. ઇઝરાઇલની સેના છેલ્લા 11 દિવસથી ગાઝા પર બોમ્બ બોલી રહી છે, જેમાં 200 થી વધુ લોકોનાં મૃત્યું થયા છે.

xxx
ઇઝરાઇલ, હમાસ લોહિયાળ 11 દિવસ પછી યુ્દ્ધ વિરામ કરવા માટે માટે સંમત

જેરૂસલેમ : ઇઝરાઇલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુની સુરક્ષા કેબિનેટે ગાઝામાં 11 દિવસ લાંબી સૈન્ય કાર્યવાહીને રોકવા એકપક્ષી યુદ્ધવિરામને મંજૂરી આપી છે. ઇઝરાઇલી મીડિયાએ આ માહિતી આપી.

ઇઝરાયલ દ્વારા યુદ્ધ વિરામ

સમાચાર એજન્સી રોઇટર્સ અનુસાર, હમાસ અધિકારીઓએ ઇઝરાઇલ સાથે યુદ્ધવિરામની પુષ્ટિ કરી છે. પરંતુ ઇઝરાઇલી મંત્રીમંડળના નિર્ણય અંગે હજી સહમતી બાકી છે. મીડિયા અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે ગાઝા પર હવાઈ હુમલો બંધ કરવા અમેરિકાના દબાણ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. કેટલાક અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે યુદ્ધવિરામ ત્રણ કલાક પછી મોડી રાત્રે બે વાગ્યાથી અમલમાં આવશે.

અમેરીકાના દબાણના કારણે લેવાયો નિર્ણય

નેતન્યાહુની ઓફિસે આ અહેવાલોની તુરંત પુષ્ટિ કરી નથી અને હમાસે પણ આ અંગે તાત્કાલિક કોઈ પ્રતિક્રિયા આપી નથી. આ અગાઉ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેને ઇઝરાયલી વડા પ્રધાન નેતન્યાહૂ સાથે વાતચીત કરી હતી અને યુદ્ધ વિરામનું દબાણ કર્યું હતું. પરંતુ યુએસ રાષ્ટ્રપતિ જો બિડેનની 'તનાવમાં નોંધપાત્ર ઘટાડો' માટેની વિનંતી છતાં, નેતન્યાહૂએ ગાઝા પટ્ટી પર લશ્કરી કાર્યવાહી ચાલુ રાખવાની પ્રતિજ્ઞા લીધી હતી.

આ પણ વાંચો : હાલમાં ચાલી રહેલી ઇઝરાયેલ અને હમાસ વચ્ચેની લડાઈ 2014ના ગાઝા યુદ્ધની યાદ અપાવે છે

227 પેલેસ્ટાઈનના મૃત્યું

અમેરિકા સિવાય બીજા ઘણા દેશોએ પણ ઇઝરાઇલ અને પેલેસ્ટાઇન વચ્ચે તાત્કાલિક યુદ્ધવિરામનો આગ્રહ રાખ્યો હતો. ગાઝાના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે ઇઝરાયલી હુમલામાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 227 પેલેસ્ટાનીઓ મરાયા છે અને 1,620 ઘાયલ થયા છે, જેમાં 64 બાળકો અને 38 મહિલાઓનો સમાવેશ થાય છે.

હમાસના 20 લડવૈયાના મૃત્યું

હમાસે તેના ઓછામાં ઓછા 20 લડવૈયાઓને મારવાની વાત કરી છે, જ્યારે ઇઝરાઇલનું કહેવું છે કે આતંકવાદી સંગઠનોના ઓછામાં ઓછા 130 લડવૈયા માર્યા ગયા છે. તે જ સમયે, હમાસના હુમલામાં પાંચ વર્ષના છોકરા, એક 16 વર્ષની છોકરી અને સૈનિક સહિત 12 લોકોનાં મૃત્યું થયા છે. ગાઝા પર થયેલા બોમ્બ ધડાકાને કારણે લગભગ 58,000 પેલેસ્ટાનીઓ ઘર છોડી ગયા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અનુસાર, ઇઝરાઇલના હુમલામાં ઓછામાં ઓછી 18 હોસ્પિટલો અને ક્લિનિક્સનો નાશ કરવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details