ગુજરાત

gujarat

રશિયાના ડેપ્યુટી PMની ધમકી, જો પ્રતિબંધો લગાવવામાં આવશે તો ક્રૂડ ઓઈલની કિંમત 300 ડોલરને પાર જશે

By

Published : Mar 8, 2022, 1:56 PM IST

રશિયાના નાયબ વડાપ્રધાને (Russia Deputy PM warns) યુરોપિયન યુનિયનમાંથી રશિયાના તેલની નિકાસ પર પ્રતિબંધોના (Reports of a ban on Russian oil imports) ઉશ્કેરાટ પર આકરી પ્રતિક્રિયા આપી છે. રશિયાના નાયબ વડાપ્રધાન એલેક્ઝાન્ડર નોવાકે (Deputy PM of Russia Alexander Novak) જણાવ્યું હતું કે, પ્રતિબંધો જેવા પગલાથી ક્રૂડ ઓઈલની કિંમત પ્રતિ બેરલ 300 ડોલર સુધી જઈ શકે છે. રશિયાએ યુરોપિયન યુનિયનને ગેસ સપ્લાય અટકાવવાની પણ ધમકી આપી છે.

રશિયાના ડેપ્યુટી PMની ધમકી, જો પ્રતિબંધો લગાવવામાં આવશે તો ક્રૂડ ઓઈલની કિંમત 300 ડોલરને પાર જશે
રશિયાના ડેપ્યુટી PMની ધમકી, જો પ્રતિબંધો લગાવવામાં આવશે તો ક્રૂડ ઓઈલની કિંમત 300 ડોલરને પાર જશે

મોસ્કો: રશિયન તેલની આયાત પર પ્રતિબંધના અહેવાલો (Reports of a ban on Russian oil imports) વચ્ચે રશિયાના નાયબ વડાપ્રધાન એલેક્ઝાંડર નોવાકે (Russia Deputy PM warns) યુરોપિયન દેશોને ચેતવણી આપી છે. એલેક્ઝાંડર નોવાકે (Deputy PM of Russia Alexander Novak) જણાવ્યું હતું કે, જો અમેરિકા અને તેના યુરોપીય સહયોગી દેશો મોસ્કો પર વધુ પ્રતિબંધો લાદવાનું વિચારશે તો તેના વિનાશક પરિણામો આવશે. જેના કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં અણધાર્યો વધારો થશે. ત્યારે ક્રૂડ ઓઈલની કિંમત પ્રતિ બેરલ ડોલર 300થી વધી શકે છે. આ સિવાય રશિયા યુરોપિયન યુનિયનને ગેસ સપ્લાય કરવા પર પણ વિચાર કરશે.

આ પણ વાંચો:યુક્રેનમાં ફસાયેલા ભારતીયો માટે કોઈ સુરક્ષિત કોરિડોર ન હતો : ભારત

રશિયન તેલ પર પ્રતિબંધોની વાત અસ્થિરતા પેદા કરે છે : એલેક્ઝાંડર નોવાકે

એલેક્ઝાંડર નોવાકે જણાવ્યું હતું કે, રશિયન તેલ પર પ્રતિબંધોની વાત અસ્થિરતા પેદા કરે છે, જે ગ્રાહકોને નુકસાન પહોંચાડશે. તેણે કહ્યું કે, તે એક વર્ષથી વધુ સમય લેશે અને યુરોપિયન ગ્રાહકો માટે તે ખૂબ ખર્ચાળ હશે. રશિયાના તેલની નિકાસ પર પ્રતિબંધો લાદતા પહેલા, યુરોપિયન રાજકારણીઓએ તેમના નાગરિકોને જણાવવું જોઈએ કે, નજીકના ભવિષ્યમાં પાવર સ્ટેશનો પર ગેસના ભાવ આસમાને પહોંચશે.

મહાદ્વીપના ઘણા દેશો રશિયાથી આયાત થતા કુદરતી ગેસ પર નિર્ભર છે

US પ્રમુખ જો બાઈડને (US President Joe Byrd) રશિયાના તેલની નિકાસ પર પ્રતિબંધો લાદવા માટે ફ્રાન્સ, જર્મની અને બ્રિટનના નેતાઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા વાતચીત કરી હતી. આ વાતચીતમાં જો બાઈડને જણાવ્યું હતું કે, જો યુરોપીયન દેશો પ્રતિબંધો લાદવાનો નિર્ણય નહીં લે તો અમેરિકા યુરોપમાં સહયોગી દેશો વિના આગળ વધવા તૈયાર છે. મહાદ્વીપના ઘણા દેશો રશિયાથી આયાત થતા કુદરતી ગેસ પર ખૂબ જ નિર્ભર છે.

આ પણ વાંચો:યુક્રેન-રશિયા વાતચીતનો ત્રીજો રાઉન્ડ સમાપ્ત, માનવતાવાદી કોરિડોર બનાવવા અંગે ચર્ચા

જર્મનીએ નોર્ડ સ્ટ્રીમ 2 પર કામ અટકાવ્યું

જર્મનીએ ગયા મહિને નોર્ડ સ્ટ્રીમ 2 પર કામ અટકાવ્યું હતું. તેના જવાબમાં નાયબ વડાપ્રધાન એલેક્ઝાન્ડર નોવાકે જણાવ્યું હતું કે, અમને સમાન નિર્ણય લેવાનો અને નોર્ડ સ્ટ્રીમ 1 ગેસ પાઇપલાઇન દ્વારા ગેસ પમ્પિંગ પર પ્રતિબંધ મૂકવાનો પૂરો અધિકાર છે. જો કે રશિયાના નાયબ વડાપ્રધાને જણાવ્યું હતું કે, અમે હજુ આ નિર્ણય લીધો નથી. આનાથી કોઈને ફાયદો થશે નહીં, કારણ કે યુરોપિયન બજારમાં રશિયન તેલને ઝડપથી બદલવું અશક્ય હશે. યુક્રેન પર હુમલા બાદ ચાલી રહેલા પ્રતિબંધોને કારણે રશિયાની અર્થવ્યવસ્થા, બેંકિંગ સિસ્ટમ અને કરન્સી પર ભારે દબાણ છે.

ABOUT THE AUTHOR

...view details