ગુજરાત

gujarat

અફઘાનિસ્તાનના નાણા પ્રધાન ખાલિદ પાયેંડા, અમેરિકામાં કેબ ચલાવવા મજબુર

By

Published : Mar 22, 2022, 7:06 AM IST

અફઘાનિસ્તાનના નાણા પ્રધાન ખાલિદ પાયેંડા(Afghanistan's Finance Minister Khalid Payenda) હવે વોશિંગ્ટનમાં ઉબેર ડ્રાઈવર (Khalid Payenda, an Uber driver in Washington)તરીકે કામ કરે છે. તેઓ એ જ નાણાં પ્રધાન છે જેમણે જાહેર સભામાં રાષ્ટ્રપતિ અશરફ ગનીને(President of Afghanistan Ashraf Ghani) ઠપકો આપ્યા બાદ તેમના પદ પરથી રાજીનામું(Finance Minister Khalid Payenda resigns) આપ્યું હતું.

અફઘાનિસ્તાનના નાણા પ્રધાન ખાલિદ પાયેંડા, હવે અમેરિકામાં કેબ ચલાવે છે
અફઘાનિસ્તાનના નાણા પ્રધાન ખાલિદ પાયેંડા, હવે અમેરિકામાં કેબ ચલાવે છે

વોશિંગ્ટન : તાલિબાન દ્વારા અફઘાનિસ્તાન પર કબજો(Occupation of Afghanistan by the Taliban) જમાવવાના એક અઠવાડિયા પહેલા નાણા પ્રધાન પદ છોડનાર ખાલિદ પાયેંડા((Finance Minister Khalid Payenda resigns)) હવે ઉબેર ડ્રાઈવર તરીકે કામ કરી રહ્યા છે. આ એ જ ખાલિદ પાયેંડા છે, જેમણે તે સમયે રાષ્ટ્રપતિ અશરફ ગનીને(President of Afghanistan Ashraf Ghani) જાહેર સભામાં ઠપકો આપવાને કારણે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. હવે તે વોશિંગ્ટનમાં કેબ ચલાવે છે.

આ પણ વાંચો:યુએસ-તાલીબાન ડીલથી પાકિસ્તાનને ભારતીય સરહદો પર કોઈ ફાયદો નહીં મળે: પૂર્વ રાજદૂત

કોની ભૂલ હતી તે પ્રશ્ન:ધ વોશિંગ્ટન પોસ્ટના અહેવાલ અનુસાર, નાણા પ્રધાને કહ્યું કે, તેમણે તે સમયે વિચાર્યું ન હતું કે તેમની સરકાર પડી જશે. જોકે, અફઘાનિસ્તાનમાં સુધારાની કોઈ ઈચ્છા શક્તિ નહોતી. તે જ સમયે, તેણે અશરફ ગનીનો વિશ્વાસ પણ ગુમાવ્યો હતો. જો કે, આજે અફઘાનિસ્તાનના પતનના મહિનાઓ પછી પણ તે કોની ભૂલ હતી તે પ્રશ્ન સાથે ઝઝૂમી રહ્યો છે. પાયેંડાને લાગે છે કે લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકારના ઝડપી પતન માટે તે અને તેના સાથી અફઘાન પ્રધાનો જવાબદાર છે.

અમેરિકનોને દોષી ઠેરવ્યા:તેમણે દેશને તાલિબાનને સોંપવા માટે અમેરિકનોને પણ દોષી ઠેરવ્યા હતા, જેમણે કથિત રીતે તાલિબાનને લડવા માટે ઉશ્કેર્યા હતા. આ બાબતો તેને અંદરથી પરેશાન કરતી રહે છે. તેણે કહ્યું કે હાલમાં તેની પાસે રહેવા માટે કોઈ જગ્યા નથી. તેણે કહ્યું, 'હું અહીંનો નથી અને હું અહીં રહેવા પણ માંગતો નથી. ખાલીપો ઘણો છે. અમે અમારા પ્રિયજનોને ગુમાવ્યા છે.

આ પણ વાંચો:યુક્રેનમાં લોહી અને આંસુની નદીઓ વહી રહી છે: રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે પોપ ફ્રાન્સિસે વ્યક્ત કર્યું દુઃખ

ફિનલેન્ડ વિશ્વનો સૌથી ખુશ દેશ:તાલિબાને ગયા ઓગસ્ટમાં અફઘાનિસ્તાન પર નિયંત્રણ મેળવ્યું ત્યારથી, દેશ અરાજકતામાં છે અને માનવતાવાદી સહાયની સખત જરૂર છે. ગયા અઠવાડિયે, અફઘાનિસ્તાન સતત બીજી વખત વિશ્વના સૌથી ખુશ દેશોની રેન્કમાં સામેલ થવામાં નિષ્ફળ રહ્યું છે. વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ, યુએન સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સોલ્યુશન્સ નેટવર્કનું પ્રકાશન, દર વર્ષે આશરે 149 દેશોના સર્વેક્ષણ સાથે સુખનુ મૂલ્યાંકન કરે છે. વાર્ષિક અહેવાલમાં સર્વેક્ષણ કરાયેલા 149 દેશોમાં અફઘાનિસ્તાન છેલ્લા સ્થાને હતું, જ્યારે ફિનલેન્ડ વિશ્વનો સૌથી ખુશ દેશ રહ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details