ગુજરાત

gujarat

યુક્રેનમાં યુદ્ધના પગલે અન્ય દેશોમાં વધારાના અમેરિકી સૈનિકોની તૈનાતી

By

Published : Mar 12, 2022, 3:21 PM IST

યુક્રેનમાં યુદ્ધના પગલે અન્ય દેશોમાં વધારાના અમેરિકી સૈનિકોની તૈનાતી
યુક્રેનમાં યુદ્ધના પગલે અન્ય દેશોમાં વધારાના અમેરિકી સૈનિકોની તૈનાતી

યુક્રેન પર રશિયાના હુમલા (Russia's invasion of Ukraine) બાદ અમેરિકા યુરોપમાં પોતાના સૈનિકોની તૈનાતી વધારી રહ્યું છે. નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન(North Atlantic Treaty Organization) (નાટો)ના સહયોગી દેશોમાં હજારો સૈનિકો પહેલાથી જ મોકલવામાં આવ્યા છે.

સવાન્નાઃ યુક્રેન પર રશિયાના હુમલા(Russia's invasion of Ukraine) બાદ અમેરિકા યુરોપમાં પોતાના સૈનિકોની તૈનાતી વધારી રહ્યું છે. નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (North Atlantic Treaty Organization) (નાટો)ના સહયોગી દેશોમાં હજારો સૈનિકો પહેલાથી જ મોકલવામાં આવ્યા છે. 87મી 'ડિવિઝન સસ્ટેનમેન્ટ સપોર્ટ બટાલિયન' (Division Sustainability Support Battalion) અને 'થર્ડ ડિવિઝન સસ્ટેનમેન્ટ બ્રિગેડ' (Third Division Sustainability Brigade)ના લગભગ 130 સૈનિકો સવાન્નાહમાં હન્ટર એરફિલ્ડ(Hunter Airfield in Savannah) ખાતે એક જગ્યાએ એકઠા થયા અને પછી બહાર નીકળીને પ્લેનમાં ચઢ્યા હતા.

આ પણ વાંચો:રશિયા સામે યુદ્ધ લડવા તામિલનાડુનો યુવાન, યુક્રેન સેનામાં જોડાયો

3,800 સૈનિકોને અગાઉ નજીકના ફોર્ટ સ્ટુઅર્ટમાંથી ખસેડવામાં આવ્યા

જ્યોર્જિયાના રિપબ્લિકન સાંસદ અર્લ 'બડી' કાર્ટર અન્ય લોકો વચ્ચે ત્યાં હાજર હતા. ડિવિઝનના પ્રવક્તા લેફ્ટનન્ટ કર્નલ લિન્ડસે એલ્ડરે જણાવ્યું હતું કે આર્મીના ત્રીજી ઇન્ફેન્ટ્રી ડિવિઝનના ઓછામાં ઓછા 3,800 સૈનિકોને અગાઉ નજીકના ફોર્ટ સ્ટુઅર્ટમાંથી ખસેડવામાં આવ્યા હતા.

આ પણ વાંચો:Apple થી Adidas: બ્રાન્ડ્સ કે જેણે યુક્રેન યુદ્ધના કારણે રશિયાને કર્યું સસ્પેન્ડ

પેન્ટાગોને લગભગ 12,000 સૈનિકોને યુએસના વિવિધ સૈન્ય મથકોથી યુરોપ મોકલવાનો આદેશ આપ્યો છે

ત્રીજી ઇન્ફેન્ટ્રી ડિવિઝનના કમાન્ડર મેજર જનરલ ચાર્લ્સ કોસ્ટાન્ઝાએ તાજેતરમાં કહ્યું હતું કે, સૈનિકોને છ મહિનાની વિદેશી જમાવટ માટે તૈયાર રહેવા માટે કહેવામાં આવ્યું છે, જે યુક્રેનની પરિસ્થિતિના આધારે વધારી કે ઘટાડી શકાય છે. પેન્ટાગોને લગભગ 12,000 સૈનિકોને યુએસના વિવિધ સૈન્ય મથકોથી યુરોપ મોકલવાનો આદેશ આપ્યો છે. આ સૈનિકોનું એક કામ નાટો સહયોગી દેશોના સૈનિકોને તાલીમ આપવાનું પણ છે.

ABOUT THE AUTHOR

...view details