ગુજરાત

gujarat

કોવેક્સિન રસીના ઇમરજન્સી ઉપયોગ અંગે નિર્ણય લેવામાં લાગી શકે છે સમય, WHOનું નિવેદન

By

Published : Oct 22, 2021, 8:38 PM IST

WHOના એક ટોચના અધિકારીએ કહ્યું કે, કોઈ રસી (Covid Vaccine)ના ઉપયોગની પરવાનગી આપવાના નિર્ણય માટે રસીનું સંપૂર્ણ રીતે મૂલ્યાંકન (Evaluation Of The Vaccine) કરવા અને તેની ભલામણ કરવાની પ્રક્રિયામાં ક્યારેક-ક્યારેક વધારે સમય લાગે છે અને સૌથી વધારે મહત્વપૂર્ણ એ છે કે વિશ્વને સાચી સલાહ જ આપવામાં આવે.

કોવેક્સિન રસીના ઇમરજન્સી ઉપયોગ અંગે નિર્ણય લેવામાં લાગી શકે છે સમય
કોવેક્સિન રસીના ઇમરજન્સી ઉપયોગ અંગે નિર્ણય લેવામાં લાગી શકે છે સમય

  • વિશ્વને સાચી સલાહ આપવામાં આવે તે મહત્વનું: WHO
  • કોવેક્સિનના ઇમરજન્સી ઉપયોગની મંજૂરીને લઇ WHOનું નિવેદન
  • 26 ઑક્ટોબર સુધી કોવેક્સિનને મંજૂરી મળે તે પર સંશય

સંયુક્ત રાષ્ટ્ર/જિનેવા: વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ના એક ટોચના અધિકારીએ જણાવ્યું છે કે, કોઈ રસીના ઉપયોગની મંજૂરી આપવાના નિર્ણય માટે રસીનું સંપૂર્ણ મૂલ્યાંકન (Evaluation Of The Vaccine) કરવા અને તેની ભલામણ કરવાની પ્રક્રિયામાં ક્યારેક-ક્યારેક વધારે સમય લાગે છે અને સૌથી વધારે મહત્વપૂર્ણ એ છે કે વિશ્વને સાચી સલાહ જ આપવામાં આવે, ભલે આમાં એક અથવા બે અઠવાડિયા વધારે સમય લાગે.

શું કોવેક્સિનને 26 ઑક્ટોબર સુધી EUL યાદીમાં કરાશે સામેલ?

ભારતમાં નિર્મિત કોવિડ-19ની કોવેક્સિન (Covaxin) રસીને ઇમરજન્સી સ્થિતિમાં ઉપયોગ કરવામાં આવનારી રસીની યાદીમાં સામેલ કરવાનો નિર્ણય પેન્ડિંગ હોવાની વચ્ચે WHOના સ્વાસ્થ્ય ઇમરજન્સી સ્થિતિ કાર્યક્રમના કાર્યકારી નિર્દેશક ડૉ. માઇક રેયા (Dr. Mike Ryan)ને આ નિવેદન આપ્યું. રેયાને ઑનલાઇન પ્રશ્નોત્તરી દરમિયાન એક પ્રશ્નનો જવાબ આપતા આ વાત કહી. તેમને પૂછવામાં આવ્યું હતું કે, શું 26 ઑક્ટોબર સુધી કોવેક્સિનને રસીના ઇમરજન્સી ઉપયોગની યાદીમાં (EUL)માં નાંખવા પર કોઈ ચોક્કસ ઉત્તર મળી શકશે.

26 ઑક્ટોબરના બેઠક મળશે

આ પહેલા WHOની પ્રમુખ વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામીનાથને એક ટ્વીટમાં કહ્યું હતું કે, ભારતની ભારત બાયોટેક દ્વારા બનાવવામાં આવેલી કોવિડ-19 રસી કોવેક્સિનને ઇમરજન્સી સ્થિતિમાં ઉપયોગ કરવાની રસીની યાદીમાં નાંખવા પર વિચાર કરવા માટે WHOમાં ટેકનિકલ સલાહકાર જૂથ 26 ઑક્ટોબરના એક બેઠક કરશે. આ અઠવાડિયે વૈશ્વિક સ્વાસ્થ્ય સંગઠને ટ્વીટમાં કહ્યું હતું કે, તે ભારત બાયોટેકની રસી કોવેક્સિનના સંબંધમાં વધારાની જાણકારી મેળવવાની આશા કરી રહ્યું છે.

ઉતાવળમાં ન કરી શકીએ નિર્ણય, સારી રીતે મૂલ્યાંકન કરવું જરૂરી

WHOએ ટ્વીટ કર્યું હતું કે, "અમે જાણીએ છીએ કે ઘણા લોકો, કોવિડ-19ની વિરુદ્ધ ઇમરજન્સી સ્થિતિમાં ઉપયોગમાં લેવાતી રસીની યાદીમાં કોવેક્સિનના સામેલ થવા માટે WHOની ભલામણની પ્રતીક્ષા કરી રહ્યા છે, પરંતુ અમે ઉતાવળમાં આવું ના કરી શકીએ. ઇમરજન્સી સ્થિતિમાં ઉપયોગ માટે કોઈ રસીની ભલામણ કરવાથી પહેલા અમારે તેની ખરાઈ કરવા માટે તેનું સારી રીતે મૂલ્યાંકન કરવાનું રહેશે કે તે સુરક્ષિત તેમજ પ્રભાવશાળી છે.

WHOના નિષ્ણાતોએ આંકડાઓની કરી સમીક્ષા

તેમણે એ પણ કહ્યું હતું કે, ભારત બાયોટેક નિયમિત રીતે WHOને આંકડાઓ ઉપલબ્ધ કરાવી રહ્યું છે અને WHOના નિષ્ણાતોએ આ આંકડાઓની સમીક્ષા કરી છે અને તેમને વધારે આંકડા મળવાની પણ આશા છે.

આ પણ વાંચો: NCB એ ડ્રગ્સ કેસમાં અનન્યા પાંડેની 4 કલાક પૂછપરછ કરી

આ પણ વાંચો: રાહુલ ગાંધી સાથે ગુજરાત કોંગ્રેસ નેતાઓની બેઠક પૂરી: તમામ નેતાઓએ નિર્ણય હાઈકમાન્ડ પર છોડ્યો

ABOUT THE AUTHOR

...view details