ગુજરાત

gujarat

અમેરિકાના રાષ્ટ્રપતિ Joe Bidenએ 2 ભારતીય-અમેરિકી ચિકિત્સકોને પોતાના તંત્રમાં પ્રમુખ પદો માટે પસંદ કર્યા

By

Published : Jul 15, 2021, 9:09 AM IST

અમેરિકામાં રહેતા મૂળ ભારતીય અમેરિકીઓ હંમેશા નવી નવી સિદ્ધિ હાંસલ કરતા હોય છે. ત્યારે ફરી એક વાર મૂળ ભારતીય અમેરિકીઓના ચિકિત્સકોને અમેરિકાના રાષ્ટ્રપતિના તંત્રમાં પ્રમુખ પદ આપવામાં આવ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને (Joe Biden) 2 ભારતીય-અમેરિકી ચિકિત્સકોને પોતાના તંત્રમાં પ્રમુખ પદો માટે પસંદ કર્યા છે. વેસ્ટ વર્જિનિયાના પૂર્વ આરોગ્ય કમિશનર ડો. રાહુલ ગુપ્તાને મંગળવારે નેશનલ ડ્રગ કન્ટ્રોલ (National Drug Control) નીતિ કાર્યાલયના નિર્દેશક પદ માટે પસંદ કરવામાં આવ્યા છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને 2 ભારતીય-અમેરિકી ચિકિત્સકોને પોતાના તંત્રમાં પ્રમુખ પદો માટે પસંદ કર્યા
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને 2 ભારતીય-અમેરિકી ચિકિત્સકોને પોતાના તંત્રમાં પ્રમુખ પદો માટે પસંદ કર્યા

  • અમેરિકામાં 2 ભારતીય અમેરિકી ચિકિત્સકોની મહત્વના પદો પર કરાઈ નિમણૂક
  • અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને (Joe Biden) 2 ચિકિત્સકોની કરી નિમણૂક
  • વેસ્ટ વર્જિનિયા (West Virginia)ના પૂર્વ આરોગ્ય કમિશનર ડો. રાહુલ ગુપ્તાને નેશનલ ડ્રગ કન્ટ્રોલ નીતિ (National Drug Control) કાર્યાલયના નિર્દેશક બનાવાયા

વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને 2 ભારતીય-અમેરિકી ચિકિત્સકો (Indian-American physicians)ને પોતાના તંત્રમાં પ્રમુખ પદો માટે પસંદ કર્યા છે. વેસ્ટ વર્જિનિયાના પૂર્વ આરોગ્ય કમિશનર ડો. રાહુલ ગુપ્તાને મંગળવારે નેશનલ ડ્રગ કન્ટ્રોલ (National Drug Control)ની નિર્દેશક પદ માટે પસંદ કરાયા છે. જ્યારે ભારતીય-અમેરિકી સર્જન અને લોકપ્રિય લેખક અતુલ ગાવંડે (Atul Gavade)ને યુએસ એજન્સી ફોર ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ (USAID)માં એક વરિષ્ઠ પદ માટે પસંદ કરાયા છે.

આ પણ વાંચો-કોરોનાના દર્દીઓને સાજા થવામાં રેમડેસિવિર અને HCQ કોઈ અસર નથી કરતું, WHOના રિસર્ચમાં થયો ખુલાસો

ગુપ્તા 2 ગવર્નર સાથે કામ કરી ચૂક્યા છે

પ્રાઈમરી કેર ફિઝિશિયન (Primary care physician) તરીકે 25 વર્ષ સુધી સેવા આપી ચૂકેલા ગુપ્તા વેસ્ટ વર્જિનિયાના આરોગ્ય કમિશનર તરીકે 2 ગવર્નરના હાથ નીચે કામ કરી ચૂક્યા છે. રાજ્યના મુખ્ય આરોગ્ય અધિકારી (Chief Health Officer) તરીકે તેમણે 'ઓપિઓઈડ' સંકટ પ્રતિક્રિયા પ્રયાસોનું નેતૃત્વ કર્યું અને અનેક અગ્રણી સાર્વજનિક આરોગ્ય પહેલ (Public health initiatives) શરૂ કરી હતી.

આ પણ વાંચો-Blast in Pakistan Bus: ચીનના નાગરિકો સહિત 13 લોકોનાં મોત

અતુલ ગાવંડે પ્રખ્યાત લેખક છે

અતુલ ગાવંડે (Atul Gavade)એ કોમ્પ્લિકેશન્સ, બેટર ધ ચેકલિસ્ટ મેનિફેસ્ટો અને બીઈંગ મોર્ટલ પુસ્તક લખ્યું છે, જેનું ન્યૂ યોર્કમાં ઘણું વેચાણ થયું અને લોકપ્રિય થઈ હતી. ગાવંડેએ ટ્વિટ કરી જણાવ્યું હતું કે, કોરોના સહિત બ્યૂરો ફોર ગ્લોબલ હેલ્થનું નેતૃત્વ કરવા માટે પસંદગી થવા બદલ હું ગૌરવ અનુભવું છું. વિશ્વભરમાં 2020ની સરખામણીમાં 2021ના પહેલા 6 મહિનામાં વધુ લોકોના મોત કોરોનાના કારણે થયા છે. હું આભારી છું કે, મને આ સંકટને ખતમ કરવા અને વિશ્વ સ્તર પર જન આરોગ્ય પ્રણાલીને મજબૂત કરવાની તક મળી છે. ગાવંડે બ્રિઘમ એન્ડ વિમન હોસ્પિટલ (Brigham and Women's Hospital)માં સર્જરીના પ્રતિષ્ઠિત પ્રોફેસર છે. તેઓ બ્રિઘમ એન્ડ વિમન હોસ્પિટલ, હાર્વર્ડ ટીએચ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થ (Harvard TH School of Public Health) અને એક બિનસરકારી સંગઠન લાઈફબોક્સના એક સંયુક્ત કેન્દ્ર એરિયાડેન લેબ્સના સંસ્થાપક અને અધ્યક્ષ પણ છે.

ABOUT THE AUTHOR

...view details