ગુજરાત

gujarat

પેંટાગને સ્વીકાર્યું કે, કાબુલમાં અમેરિકી એરસ્ટ્રાઈકમાં આતંકવાદી નહીં પણ નિર્દોષ લોકોના થયા હતા મોત

By

Published : Sep 18, 2021, 10:51 AM IST

અફઘાનિસ્તાનમાં ગયા મહિનામાં કરવામાં આવેલા ડ્રોન હુમલાનો બચાવ કરી ચૂકેલું પેંટાગન (Pentagon) હવે પોતાના નિવેદનથી પલટી ગયું છે. પેંટાગને કહ્યું હતું કે, અંદરની તપાસથી ખુલાસો થયો છે કે, આ હુમલામાં ફક્ત સામાન્ય નાગરિકોના જ મોત થયા છે. ઈસ્લામિક સ્ટેટના ચરમપંથીઓના નહીં.

પેંટાગને સ્વીકાર્યું કે, કાબુલમાં અમેરિકી એરસ્ટ્રાઈકમાં આતંકવાદી નહીં પણ નિર્દોષ લોકોના થયા હતા મોત
પેંટાગને સ્વીકાર્યું કે, કાબુલમાં અમેરિકી એરસ્ટ્રાઈકમાં આતંકવાદી નહીં પણ નિર્દોષ લોકોના થયા હતા મોત

  • કાબુલ એરપોર્ટની બહાર થયેલા બ્લાસ્ટમાં અમેરિકી સૈનિકો સહિત 200 લોકોના થયા હતા મોત
  • અમેરિકાએ બદલો લેવા માટે અફઘાનિસ્તાનમાં ગયા મહિને કર્યો હતો ડ્રોન હુમલો
  • અમેરિકાના ડ્રોન હુમલામાં ઈસ્લામિક સ્ટેટના ચરમપંથીઓ નહીં, પરંતુ નિર્દોષ લોકોના થયા મોત

વોશિંગ્ટનઃ અફઘાનિસ્તાનમાં ગયા મહિનામાં કરવામાં આવેલા ડ્રોન હુમલાનો બચાવ કરી ચૂકેલું પેંટાગન (Pentagon) હવે પોતાના નિવેદનથી પલટી ગયું છે. તેણે કહ્યું છે કે, અંદરની તપાસમાં ખુલાસો થયો છે કે, આ મામલામાં ફક્ત 10 સામાન્ય નાગરિકોના જ મોત થયા છે. જ્યારે ઈસ્લામિક સ્ટેટના ચરમપંથીઓ નહીં. જેવો પહેલા વિશ્વાસ કરવામાં આવ્યો હતો. આપને જણાવી દઈએ કે, 10 મૃતકોમાંથી 7 બાળકો પણ સામેલ છે.

આ પણ વાંચો-તાલિબાન માન્યતા મેળવવા માટે 'ઇન્ડિયા કાર્ડ' રમે છેઃ નિષ્ણાત

અમેરિકાએ ISISના ઠેકાણા પર ડ્રોન હુમલો કર્યો હોવાનો કર્યો હતો દાવો

અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા પછી કાબુલ એરપોર્ટની બહાર થયેલા બોમ્બ બ્લાસ્ટમાં 13 અમેરિકી સૈનિકો સહિત 200થી વધુ લોકોના મોત થયા હતા. તેના જવાબમાં અમેરિકાએ હુમલાની જવાબદારી લેનારા ISISના કથિત ઠેકાણા પર ડ્રોનથી હુમલો કર્યો હતો. તેણે દાવો કર્યો હતો કે, કાબુલ હુમલાના માસ્ટરમાઈન્ડનું આ હુમલામાં મોત થયું છે. જોકે, હવે અમેરિકાના આ દાવા પર પણ પ્રશ્નો ઉઠ્યા છે અને હવે અમેરિકાના આ નિવેદને સાબિત કર્યું છે કે, તે હુમલામાં નિર્દોષ લોકોના જ મોત થયા હતા.

આ પણ વાંચો-અફઘાનિસ્તાનમાં યુદ્ધ દરિમયાન અમેરિકી સૈન્યને મદદ કરનારાઓને જો બાઇડેન અમેરિકામાં આશ્રય આપશે

કાબુલ એરપોર્ટ બહાર થયેલા હુમલા પછી અમેરિકાના રાષ્ટ્રપતિએ મારી હતી બડાઈ

આપને જણાવી દઈએ કે, 29 ઓગસ્ટે આ હુમલામાં બાળકો સહિત અનેક સામાન્ય નાગરિકોના મોત થયા હતા, પરંતુ ત્યારબાદ પણ ચાર દિવસ પછી પેંટાગન (અમેરિકાના સંરક્ષણ વિભાગનું મુખ્ય મથક) અધિકારીઓએ કહ્યું હતું કે, આ સટીક હુમલો હતો. મીડિયાએ પછી આ ઘટના પર જાહેર અમેરિકી નિવેદનો પર શંકા વ્યક્ત કરવાનું શરૂ કર્યું હતું અને સમાચાર આપ્યા હતા કે, જે વાહનોને નિશાન બનાવવામાં આવ્યા હતા. તેના ચાલક કોઈ અમેરિકી માનવીય સંગઠનનો કર્મચારી હતો. સમાચારમાં એ પણ જણાવવામાં આવ્યું હતું કે, આ વાહનમાં વિસ્ફોટક હોવાના પેંટાગનના દાવાના પક્ષમાં કોઈ પૂરાવા નથી. ઉલ્લેખનીય છે કે, કાબુલ એરપોર્ટ હુમલાથી ગુસ્સામાં આવેલા અમેરિકાએ અફઘાનિસ્તાનમાં ISIS-Kના આતંકાવદીઓ સામે ડ્રોન હુમલો કર્યો હતો. કાબુલ એરપોર્ટ પાસે થયેલા બ્લાસ્ટમાં અમેરિકી સૈનિકોના મોત પછી રાષ્ટ્રપતિ જો બાઈડને કહ્યું હતું કે, અમે હુમલાખોરોને માફ નહીં કરીએ.

ABOUT THE AUTHOR

...view details