ગુજરાત

gujarat

Thailand Changes Entry Rules : જો તમે થાઈલેન્ડ ફરવા જઈ રહ્યા છો તો આ નિયમો જાણવા ખુબ જરૂરી...

By

Published : Dec 22, 2021, 8:23 PM IST

થાઈલેન્ડ ટુરિઝમ ઓથોરિટીએ (Thailand Tourism Authority) ભારતીય પ્રવાસી નાગરીકોને (Thailand Changes Entry Rules) લઈને એક નિવેદન આપ્યું હતું. તેમણે તેમાં જણાવ્યું હતું કે, ફૂકેટ સેન્ડબોક્સ પ્લાન (Phuket sandbox plan) હેઠળ ભારતીયો માટે ફૂકેટ ખુલ્લું રહેશે અને RTPCR ટેસ્ટના પરિણામો બહાર ન આવે ત્યાં સુધી પ્રવાસીઓએ હોટેલમાં જ રાહ જોવી પડશે.

Thailand Changes Entry Rules For indians
Thailand Changes Entry Rules For indians

મુંબઈ :થાઈલેન્ડની ટુરિઝમ ઓથોરિટીએ બુધવારે ઓમિક્રોનના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને ભારતીય પ્રવાસીઓ (Thailand Changes Entry Rules) માટે ફુકેટ સેન્ડબોક્સ પ્લાન (Phuket sandbox plan) સિવાયના એન્ટ્રી પોઈન્ટથી દેશમાં પ્રવેશવાના નિયમોમાં ફેરફાર કર્યો છે. થાઈલેન્ડ ટુરિઝમ ઓથોરિટીએ (Thailand Tourism Authority) એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ફૂકેટ સેન્ડબોક્સ પ્લાન હેઠળ ભારતીયો માટે ફૂકેટ ખુલ્લું રહેશે (Phuket Open For Tourism) અને RTPCR ટેસ્ટના પરિણામો બહાર ન આવે ત્યાં સુધી પ્રવાસીઓએ હોટેલમાં જ રાહ જોવી પડશે.

કોરાના રિપોર્ટ કરાવવો થયો ફરજીયાત

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, જો રિપોર્ટ નેગેટિવ આવે તો તેઓ ફૂકેટમાં ફરી શકે છે, જો RT-PCR ટેસ્ટનો રિપોર્ટ નેગેટિવ (RT-PCR Negative Report) આવે તો પાંચમા અને છઠ્ઠા દિવસે પણ મુસાફરો થાઈલેન્ડના અન્ય ભાગોમાં જઈ શકે છે.

થાઈલેન્ડમાં ભારતીયોનું સ્વાગત

થાઈલેન્ડ ટુરિઝમ ઓથોરિટીના મુંબઈ ઓફિસના ડિરેક્ટર ચોલ્ડા શિદ્દીવારને જણાવ્યું હતું કે, “અમને થાઈલેન્ડમાં ભારતીયોનું સ્વાગત કરવામાં આનંદ થાય છે. જો કે, અમે ફૂકેટ સિવાયના અન્ય માર્ગો દ્વારા અમારા દેશમાં પ્રવેશવાના નિયમોમાં ફેરફાર કર્યો છે. કોરોના વાયરસના નવા સ્વરૂપ ઓમિક્રોનથી સંક્રમણના કેસમાં વધારાને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું છે.

આ પણ વાંચો:

ABOUT THE AUTHOR

...view details