ગુજરાત

gujarat

કાશ્મીરને લઈને સોશિયલ મીડિયા પર ચાલી રહેલા નિવેદનને તાલીબાને બનાવટી ગણાવ્યું

By

Published : May 19, 2020, 2:43 PM IST

કતારના દોહામાં તાલિબાનની રાજકીય ઓફિસના પ્રવક્તા સુહેલ શાહિને એક ટ્વિટમાં જણાવ્યું છે કે, ભારત વિશે સોશિયલ મીડિયામાં ફેલાયેલું નિવેદન ઈસ્લામિક અમીરાતનું નથી. આ બનાવટી છે.

fake statement on India
fake statement on India

અફઘાનિસ્તાન: ભારતને લઈને સોશિયલ મીડિયા પર બહાર પાડવામાં આવેલા નિવેદન અંગે તાલિબાને સ્પષ્ટતા કરી છે કે, આ નિવેદન ઈસ્લામિક અમીરાતનું નથી. ઈસ્લામિક અમીરાતની નીતિ સ્પષ્ટ તે બીજાના આંતરિક મામલામાં દખલ કરતું નથી.

કતારના દોહામાં તાલિબાનની રાજકીય કચેરીના પ્રવક્તા સુહેલ શાહિને ટ્વિટર પર લખ્યું કે, ભારત અંગે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલું નિવેદન ઈસ્લામિક અમીરાતનું નથી. પડોશી રાજ્યો બાબતે ઈસ્લામિક અમીરાતની નીતિ અત્યંત સ્પષ્ટ છે. તે બીજા દેશોના ઘરેલું બાબતોમાં દખલ કરતા નથી.

ઉલ્લેખનીય છે કે, સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક ટ્વીટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, કાશ્મીર મુદ્દાનો ઉકેલ ન આવે ત્યાં સુધી તાલિબાન અને ભારત વચ્ચેની મિત્રતા અશક્ય છે.

ભારતમાં ગત 40 વર્ષથી તાલિબાન નકારાત્મક ભૂમિકા ભજવી રહ્યું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગ્રાન હેવાડે આ નિવેદનને રદિયો આપતા જણાવ્યું કે, બન્ને દેશોના પરસ્પર આદરના કારણે ભારત સાથે અફઘાનિસ્તાનના સંબંધો આંતરરાષ્ટ્રીય સ્તરે છે. અફઘાનિસ્તાનમાં શાંતિ અને સમાધાન પ્રક્રિયામાં ભારતે હમેશા મહત્વની ભૂમિકા નિભાવી છે.

ABOUT THE AUTHOR

...view details