ગુજરાત

gujarat

જાપાનમાં 7.1 ની તીવ્રતાનો ભૂકંપ આવતા દહેશત ફેલાઈ, સુનામીની ચેતવાણી જાહેર

By

Published : Feb 14, 2021, 7:00 AM IST

જાપાનના ફુકુશિમા પ્રાંતમાં 7.1 ની તીવ્રતાનો ભૂકંપ આવતા દહેશત ફેલાઈ હતી. જોકે સુનામીનો કોઇ ખતરો ન હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

7.1 ની તીવ્રતાનો ભૂકંપ
7.1 ની તીવ્રતાનો ભૂકંપ

  • ફુકુશિમા પ્રાંતની આજુબાજુ મોટાપાયે તારાજીની શક્યતા
  • ભૂંકપની અસર રાજધાની ટોકિયો સુધી પડી
  • લોકોને દરિયા કિનારાના વિસ્તાર નજીક ન જવાની ચેતવણી અપાઈ

ટોક્યો : જાપાનના ટોક્યોમાં 7.1ની તીવ્રતાનો ભૂકંપનો આંકચો આવ્યો હતો. રાજધાની ટોક્યોમાં તીવ્ર ભૂકંપના આંચકાઓથી ધરતી ધુર્જી ઉઠી હતી.તીવ્ર ભૂકંપના પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

ભૂકંપ પછી સુનામીની ચેતવાણી જાહેર કરાઇ

જાપાનના ફુકુશિયા વિસ્તારમાં ભૂકંપના તીવ્ર આંચકા આવ્યા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.1 માપવામાં આવી છે.કેટલાક વિસ્તારમાં નુકસાન થવાના સમાચાર મળ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે, ભૂકંપની અસર રાજધાની ટોક્યો સુધી થઇ હતી. ટોક્યોમાં ભૂકંપની તીવ્રતા 4.0 નોંધાઇ હતી. અત્યાર સુધીમાં મળતી માહિતી મુજબ આ ભયાનક ભૂકંપ પછી સુનામીની ચેતવાણી જાહેર કરવામાં આવી છે.તો સાથે દરમયા કિનારે લોકોને ન જવાની સલાહ આપવામાં આવી છે.

જાનહાનીના કોઇ સમાચાર નથી

ફુકુશિમાના નકાડોરી સેન્ટ્રલ અને હમાદોરી કોસ્ટલ પ્રાંત તથા મિયાગીના દક્ષિણ વિસ્તાર તરફ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપને પગલે લોકો જાન બચાવવા ઘર બહાર દોડી ગયા હતા. સદનસીબે તોઇ જાનહાનીની ખબર નથી.

ABOUT THE AUTHOR

...view details