ગુજરાત

gujarat

આતંકી સંગઠનોના પાક વડાઓના નામ હજુ સુધી બ્લેકલિસ્ટમાં નથી થયા સામેલ

By

Published : Jul 26, 2020, 6:58 PM IST

સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટ અનુસાર, અલકાયદા, IAS અને TTP જેવા આતંકી સંગઠનોનું નેતૃત્વ પાકિસ્તાનના નાગરિકો કરી રહ્યાં છે. જેના વડાઓના નામ હજુ સુધી બ્લેકલિસ્ટમાં સામેલ કરાયા નથી.

આતંકી સંગઠન
આતંકી સંગઠન

સંયુ્ક્ત રાષ્ટ્રઃ પાકિસ્તાની નાગરિક ભારતીય ઉપમહાદ્વીપમાં અલ-કાયદા (AQIS), ઈસ્લામિક સ્ટેટ ઈન ઈરાક એન્ડ દ લેવેન્ટ-ખુરાસાન (ISIS-K) અને તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) જેવા આંતકવાદી સંગઠનોનું નેતૃત્વ પાકિસ્તાની નાગરિકો કરી રહ્યાં છે. જેના વડાઓના નામ બ્લેકલિસ્ટમાં સામેલ થયા નથી.

ISIS, અલ-કાયદા સંબંધિત વ્યક્તિઓ અને સંસ્થાઓઓના વિશ્લેષણાત્મક સહાયતા અને પ્રતિબંધની નજર હેઠળ 26મી રિપોર્ટ રજૂ કરાઈ છે. જેમાં અફઘાન વિશેષ દળોના દેશવ્યાપી અભિયાન ચલાવ્યું હતું. જેથી ISISL-Kના વડા અસલમ ફારુકી, તેના પૂર્વવર્તી જિયા ઉલ હક સહિત અન્ય લોકોની ધરપકડ કરાઈ હતી.

પાકિસ્તાનના પખ્તૂનખામાં રહેતા ફારુકી, કાબુલના એક પ્રમુખ ગુરુદ્વારે થયેલા આતંકવાદી હુમલાનો માસ્ટર માઈન્ડ હતો.આ હુમલામાં 25 સિખના મોત થયા હતા.

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની 1267 અલકાયદા પ્રતિબંધ સમિતિએ તેનું નામ બ્લેકલિસ્ટમાં સામેલ કર્યુ નહોતું.

ભારતીય ઉપમહાદ્વીપમાં અલ કાયદા (AQIS) તાલિબાન હેઠળ અફઘાનિસ્તાનના નિમરુઝ, હેલમાન અને કંદહાર પ્રાંતમાંથી કાર્યરત છે અને હાલમાં તેનો વડો પાકિસ્તાનમાં જન્મેલો ઓસામા મહેમૂદ છે. જે UNSC પ્રતિબંધો હેઠળ સૂચિબદ્ધ નથી. મહેમૂદે અસીમ ઓમરની જગ્યા લીધી.

આ અહેવાલમાં જણાવાયું છે કે, આ સંગઠનમાં બાંગ્લાદેશ, ભારત, મ્યાનમાર અને પાકિસ્તાનના 150થી 200 સભ્યો છે અને તેઓ તેમના પૂર્વ વડાના મોતનો બદલો લેવા માટે આ વિસ્તારમાં હુમલો કરવાનું કાવતરું ઘડી રહ્યાં છે.

રિપોર્ટમાં જણાવ્યાનુસાર, હાલ આતંકવાદી સંગઠન તહરીક-એ- તાલિબાન અફઘાનિસ્તાનમાં છે. જેનું નેતૃત્વ આમિર નૂર વલી મહસૂદ કરી રહ્યો છે. અલ-કાયદા અફઘાનિસ્તાનના 12 પ્રાંતોમાં ગુપ્ત રીતે સક્રિય છે અને તેનો નેતા આઈમાન અલ ઝવાહિરી દેશમાં કાર્યરત છે.

સર્વેલન્સ ટીમે અફઘાનિસ્તાનમાં અલ કાયદાના લડવૈયાઓની કુલ સંખ્યા 400 અને 600 ની વચ્ચે હોવાનો અંદાજ લગાવ્યો છે. નેતૃત્વનો હક્કાની નેટવર્ક સાથે ગાઢ સંપર્ક છે. ફેબ્રુઆરી 2020માં, અલ-ઝવાહિરીએ ચાલુ સહકારની ચર્ચા કરવા માટે યાહ્યા હક્કાની સાથે મુલાકાત કરી હતી. જે 2009 ના મધ્યભાગથી હક્કાની નેટવર્કનો અલ કાયદા સાથે પ્રારંભિક સંપર્ક છે.

ABOUT THE AUTHOR

...view details