ગુજરાત

gujarat

ચીન સાથે સારા સંબધો હોવાથી એમેરીકા, પશ્ચિમ દેશોનો પાકિસ્તાન પર દબાણ : ઇમરાન ખાન (Imran Khan)

By

Published : Jun 30, 2021, 3:43 PM IST

અમેરિકા અને ચીન વચ્ચેની દુશ્મનાવટનો ઉલ્લેખ કરતા ઇમરાન ખાને (Imran Khan) કહ્યું કે, "પાકિસ્તાનનું માનવું છે કે, ચીન સાથેના સંઘર્ષમાં અમેરીકા અને પશ્ચિમ દેશો દ્વારા અમારા જેવા દેશો પર પક્ષ લેવા માટે દબાણ કરવું યોગ્ય નથી."

ઇમરાન ખાન
ઇમરાન ખાન

  • પક્ષ બાબતે પાકિસ્તાન દબાણ અનુભવી રહ્યું છે : ઇમરાન ખાન
  • પાકિસતાનના વડાપ્રધાન અમરાન ખાનનું નિવેદન
  • પાકિસતાન અને ચીનના 70 વર્ષથી સારા સંબંધો

ઇસ્લામાબાદ: પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને (Pakistan Prime Minister Imran Khan) મંગળવારે કહ્યું હતું કે, ચીન સાથે પાકિસ્તાનના સારા સંબંધો (Pakistan relations with China) હોવાથી યુએસ અને પશ્ચિમી દેશોનો "દબાણ" પાકિસ્તાન અનુભવી રહ્યું છે. જોકે તેમણે કહ્યું કે તેઓ ક્યારે પણ દબાણમાં નહીં આવે તેવું સંકલ્પ કર્યો છે.

પાકિસ્તાન અને ચીન 70 વર્ષથી સારા સંબંધો ધરાવે છે : ઇમરાન ખાન

ઇમરાન ખાને (Imran Khan) એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, પાકિસ્તાન અને ચીન 70 વર્ષથી 'ખૂબ જ ખાસ સંબંધ' ધરાવે છે. આ ઇન્ટરવ્યુના ભાગો તેમણે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યા હતા.

આ પણ વાંચો : પાક ફિલ્મ ઈન્ડસ્ટ્રીએ બૉલિવૂડની કોપી કરવાની જરૂર નથી, ઓરિજીનલ કન્ટેન્ટ સાથે ફિલ્મો બનાવો: ઈમરાન ખાન

પાકિસ્તાન કોઈપણ પ્રકારના દબાણ સામે ઝૂકશે નહીં : ઇમરાન ખાન

અમેરિકા અને ચીન વચ્ચેની દુશ્મનાવટનો (Referring to the rivalry between America and China) ઉલ્લેખ કરતા ખાને કહ્યું કે, "પાકિસ્તાનનું માનવું છે કે યુએસ અને પશ્ચિમી દેશો અમારા જેવા દેશો પર પક્ષ લેવા માટે દબાણ કરતા હોય તો તે યોગ્ય નથી."ખાને કહ્યું કે, આપણે શું કામ કોઇ પક્ષ લેવું જોઈએ? આપણા દરેક સાથે સારા સંબંધો હોવા જોઈએ.ચીન સાથેના સંબંધો પર ભાર મૂકતાં ખાને કહ્યું કે, પાકિસ્તાન કોઈપણ પ્રકારના દબાણ સામે ઝૂકશે નહીં.

આ પણ વાંચો : નાસા સંશોધન માટે હવાઈથી સ્ક્વિડને અવકાશમાં મોકલ્યા

ABOUT THE AUTHOR

...view details