ગુજરાત

gujarat

હોંગકોંગ સુરક્ષા કાયદો: ચીનની અમેરિકાને ચેતવણી, કહ્યું- જવાબ આપવા તૈયાર રહો

By

Published : Jul 1, 2020, 12:36 PM IST

વૈશ્વિક આક્રોશ અને હોંગકોંગમાં નારાજગી વચ્ચે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે વિવાદિત સુરક્ષા કાયદા પર હસ્તાક્ષર કર્યા છે. જેનાથી બેજિંગને હોંગકોંગના સંબંધમાં નવી સત્તાઓ મળે છે. ચીને અમેરિકાના વિદેશ સચિવને જવાબમાં અમેરિકાને ચેતવણી આપી છે.

Hong Kong
Hong Kong

બેજિંગ: હોંગકોંગ સુરક્ષા કાયદાને લઈ ચીને અમેરિકાને ચેતવણી આપી છે. ચીનનું કહેવું છે કે, જો અમેરિકા કાયદો પોતાના હાથ લઈ પ્રતિબંધ લગાવે છે, તો ચીન પણ જવાબ આપવા સંપૂર્ણ રીતે તૈયાર છે.

આ સમગ્ર મામલે પ્રતિક્રિયા આપતા ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિઝિયાને કહ્યું કે, હોંગકોંગના રાષ્ટ્રીય સુરક્ષા કાયદો ચીનનો આંતરિક મામલો છે અને કોઈ દેશોને તેમાં હસ્તક્ષેપ કરવાનો અધિકાર નથી. અમેરિકાના વિદેશ પ્રધાન માઈક પોમ્પિયોએ તેમના નિવેદનમાં કહ્યું કે, બીઝિંગ પાસે તેમના નવા રાષ્ટ્રીય સુરક્ષા કાયદાને લઈ વૉશિંગટન અમેરિકામાં નિર્મિત સંરક્ષણ ઉપકરણોને હોંગકોંગ માટે નિકાસ કરવાનું બંધ કરશે. આવી જ રીતે પ્રતિબંધ સંરક્ષણ તકનીકને લઈને પણ ઉભો થશે.

તમને જણાવી દઈએ કે, વૈશ્વિક આક્રોશ અને હોંગકોંગમાં નારાજગી વચ્ચે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે વિવાદિત સુરક્ષા કાયદા પર હસ્તાક્ષર કર્યા છે, પરંતુ હોંગકોંગના સંદર્ભમાં બેજિંગને નવી શક્તિ પૂરી પાડે છે.

ચીની સંસદની નેશનલ પિપુલ્સ કોંગ્રેસની 162 સભ્યોની સ્થાયી સમિતિએ સર્વસમંતિથી હોંગકોંગ માટે રાષ્ટ્રીય સુરક્ષા કાયદાને મંજૂરી આપી છે. આ મંજૂરી બાદ જિંગપીગે આ કાયદા પર હસ્તાક્ષર કર્યા છે. જેની સાથે કાયદો લાગુ કરવા યોગ્ય થયો છે.

ABOUT THE AUTHOR

...view details