ગુજરાત

gujarat

અમેરિકાએ H-1B વિઝા એપ્લિકેશન ફીમાં 700 રુપિયાનો વધારો કર્યો

By

Published : Nov 8, 2019, 2:52 PM IST

વોશિંગ્ટનઃ અમેરિકાએ H-1B વર્ક વિઝા એપ્લિકેશન પર ફીમાં વધારાની જાહેરાત કરી છે. અમેકિરાએ H-1B વર્ક વિઝા એપ્લિકેશન ફીમાં 10 ડૉલર એટલે કે, 700 રુપિયા જેટલો વધારો કર્યો છે.

H-1B વિઝા એપ્લિકેશન ફીમાં 700 રુપિયાનો વધારો કર્યો

અમેરિકા અને અમેરિકન નાગરિકતા અને ઈમિગ્રેશન સર્વિસ (USCIS)નું કહેવું છે કે, આ નૉન-રિફન્ડેબલ ફીમાં વધારાને કારણે રજિસ્ટ્રેશન પ્રક્રિયા અને સિલેક્શન પ્રક્રિયા સરળ બનવાનું જણાવવામાં આવ્યું છે. USCISના ડિરેક્ટર કેન ક્યુસીનેલ્લીનું કહેવું છે કે, આ ફી વધારો H-1Bમાં સિલેક્શનની પ્રક્રિયાને વધુ અસરકારક બનાવશે.

કેનનું કહેવું છે કે, ઇલેક્ટ્રોનિક નોંધણી સિસ્ટમ અમારી ઇમિગ્રેશન સિસ્ટમના આધુનિકીકરણની એજન્સી વ્યાપક પહેલનો એક ભાગ છે, જ્યારે તે છેતરપિંડીને અટકાવે છે. તેને લીધે તપાસ કરવાની પ્રક્રિયામાં સુધારો થશે.

H-1B પ્રોગ્રામ, યુનાઇટેડ સ્ટેટ્સની કંપનીઓને વ્યવસાયમાં વિદેશી કામદારોને રોજગાર આપવાની મંજૂરી આપે છે. જેમાં ઉચ્ચ અને સ્નાતક ડિગ્રી ધરાવતા લોકોને પ્રથમ તક મળે છે.

અમેરિકા દર વર્ષે હાઈ-સિકલ્ડ વિદેશી કર્મચારીઓને અમેરિકન કંપનીઓમાં કામ કરવા માટે H-1B વિઝા આપી શકે છે. ટેકનીકલ ક્ષેત્રની કંપનીઓ દર વર્ષે ભારત અને ચીન જેવા દેશોમાંથી લાખો કર્મચારીઓની નિમણૂક આની પર આધારિત હોય છે. તાજેતરના અભ્યાસમાં સામે આવ્યું છે કે ટ્રમ્પ પ્રશાસને ભારતીયોને નિશાન બનાવ્યા છે અને અહીંના કર્મચારીઓના H-1B વિઝા સૌથી વધારે રદ કરાયા છે.

USCIS 4 સપ્ટેમ્બર, 2019ના રોજ રજિસ્ટ્રેશન ફીને પ્રકાશિત કરતી નોટિસ જાહેર કરી હતી, જેમાં 30 દિવસની જાહેર ટિપ્પણીના સમયનો પણ સમાવેશ છે.

USCIS તે દરમિયાન માત્ર 22 ટિપ્પણીઓ મળી હતી અને અંતિમ નિયમ જાહેર કરતા પહેલા તમામ રજૂઆતો પર વિચારણા કરી હતી. આ સાથે જ પબ્લિક રિસપોન્સની ઓફર કરી હતી, જે 9 ડિસેમ્બરથી અસરકારક બનશે.

ABOUT THE AUTHOR

...view details