ગુજરાત

gujarat

અમેરિકા: ભારતને મદદ કરવા બાઈડન પર વધ્યું દબાણ, સોશિયલ મીડિયા પર ભારતીયોએ અભિયાન શરૂ કર્યુ

By

Published : Apr 25, 2021, 9:14 AM IST

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન પર ભારતમાં નિકાસ થતી કોરોના રસીના કાચા માલ પરનો પ્રતિબંધ હટાવવા અને એસ્ટ્રાઝેનેકા રસી પૂરી પાડવા માટે દબાણ વધી રહ્યું છે. શક્તિશાળી U.S. ચેમ્બર ઓફ કોમર્સ, ઘણા સાંસદો અને પ્રખ્યાત અમેરિકનોએ ભારતને રાહત સામગ્રી પૂરી પાડવા પ્રશાશન પર દબાવ વધાર્યો છે. ભારતીયોએ સોશિયલ મીડિયા પર પણ એક અભિયાન શરૂ કર્યું છે, જેમાં બાઈડનની ટીકા થઈ રહી છે.

biden
biden

  • ભારતને મદદ કરવા બાઈડન પર વધી રહ્યુ છે દબાણ
  • જૂનના પ્રારંભમાં દરેક અમેરિકનને રસી અપાઈ ચૂકી હશે
  • ભારત, બ્રાઝિલ જેવા દેશોને એસ્ટ્રાઝેનેકા રસી અને અન્ય તબીબી ઉપકરણો આપવાનો સમય આવી ગયો છે : મરીન બ્રિલિયન્ટ

વોશિંગ્ટન DC (USA) : U.S. ચેમ્બર ઓફ કોમર્સના આંતરરાષ્ટ્રીય બાબતોના વડા અને એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ મરીન બ્રિલિયન્ટે જણાવ્યું હતું કે, ભારત, બ્રાઝિલ જેવા દેશોને એસ્ટ્રાઝેનેકા રસી અને અન્ય તબીબી ઉપકરણો આપવાનો સમય આવી ગયો છે. તેમણે જણાવ્યું કે, હવે અમેરિકાને તેની જરૂર નહીં પડે. જૂનના પ્રારંભમાં દરેક અમેરિકનને રસી આપવામાં આવી હશે. તેમનું નિવેદન ભારતીય વિદેશ પ્રધાન એસ. જયશંકરે કોરોના સામે યુદ્ધમાં મદદ કરવાની અપીલ કર્યા પછી આવ્યું છે.

ગ્રેટાએ પણ અપીલ કરી

પર્યાવરણીય કાર્યકર ગ્રેટા થનબર્ગે પણ ભારતની પરિસ્થિતિને ચિંતાજનક ગણાવીને વૈશ્વિક સમુદાયની મદદ માગી છે.

દરેક અમેરિકનનો પરિવારનો કોઈને કોઈ સભ્ય ભારતમાં છે : શેડન નરસિમ્હેન

શેડન નરસિમ્હેન, જે બાઈડનના ચૂંટણી પ્રચારના એક મુખ્ય ભંડોળના રેઝરમાંથી એક હતા. તેમણે જણાવ્યું છે કે, "દરેક અમેરિકનનો પરિવારનો કોઈને કોઈ સભ્ય ભારતમાં છે. ઘણા તેમના સભ્યો ગુમાવી ચૂક્યા છે અથવા પીડિત છે." અમેરિકા એક દિવસમાં ભારતને એક કરોડ એસ્ટ્રાઝેનેકા રસી આપી શકે છે. આપણે આ સહાય કરવી જ જોઇએ.

આ પણ વાંચો :USએ 10 રશિયન રાજદ્વારીઓને બરતરફ કરીને નવા પ્રતિબંધો લાદ્યા

સરકાર સંમત થઈ, પરિસ્થિતિ વિશ્વ માટે ચિંતાજનક છે

U.S. સરકારના નાયબ પ્રવક્તા જલિના પોર્ટે જણાવ્યું હતું કે, U.S. ભારત સાથે જરૂરી ચીજવસ્તુઓની સપ્લાય કરવા માટે નજીકથી કામ કરી રહ્યું છે. ભારતમાં બનેલી કોવિડ -19ની પરિસ્થિતિ દુનિયા માટે ચિંતાનો વિષય છે.

આ પણ વાંચો :અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને 19 ખરબ અમેરિકી ડોલરના રાહત પેકેજને આપી મંજૂરી

ભારતને શક્ય હોય ત્યાં સુધી સહાય પૂરી પાડવી જોઈએ

અમેરિકન અખબારોમાં પણ એવી અપેક્ષા રાખવામાં આવે છે કે, ભારત આ પરિસ્થિતીને પાર કરીને પાછું ફરશે. વોશિંગ્ટન પોસ્ટે એક મોટા સંપાદકીયમાં લખ્યું છે કે, ભારત કોઈ દૂરની સમસ્યા નથી. મહામારીના સંજોગોમાં અંતર અને સમયનો કોઈ ફરક નથી. શક્ય હોય ત્યાં સુધી સહાય પૂરી પાડવી જોઈએ.

ભારતને મદદ કરો, તેણે પણ મદદ કરી છે

U.S. ચેમ્બર ઓફ કોમર્સના આંતરરાષ્ટ્રીય બાબતોના વડા અને એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ મરીન બ્રિલિયન્ટે જણાવ્યું કે, દુનિયાએ ભારતને મદદ કરવી જોઈએ. કારણ કે ભારત પણ મદદ કરી રહ્યું છે. તેઓ તેમની મદદ કરવામાં કોઈ અડચણ ન આવે તેવો પ્રયાસ કરશે.

ABOUT THE AUTHOR

...view details