ગુજરાત

gujarat

UN: G20 બેઠકમાં વિદેશ પ્રધાને આપ્યું નિવેદન, કહ્યું- આતંકવાદ માટે અફઘાનિસ્તાનની ધરતીનો ઉપયોગ ન થવો જોઈએ

By

Published : Sep 23, 2021, 9:25 AM IST

UN: G20 બેઠકમાં વિદેશ પ્રધાને આપ્યું નિવેદન, કહ્યું- આતંકવાદ માટે અફઘાનિસ્તાનની ધરતીનો ઉપયોગ ન થવો જોઈએ
UN: G20 બેઠકમાં વિદેશ પ્રધાને આપ્યું નિવેદન, કહ્યું- આતંકવાદ માટે અફઘાનિસ્તાનની ધરતીનો ઉપયોગ ન થવો જોઈએ ()

વિદેશ પ્રધાન ડો. એસ. જયશંકરે અફઘાનિસ્તાન પર G20 વિદેશ પ્રધાનોની બેઠકને સંબોધિત કરી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે, માનવીય જરૂરિયાતોના જવાબમાં આંતરરાષ્ટ્રીય સમુદાયે એકસાથે આવવું જોઈએ. સાથે જ સહાયતા આપવી જોઈએ.

  • વિદેશ પ્રધાન ડો. એસ. જયશંકરે અફઘાનિસ્તાન પર G20 વિદેશ પ્રધાનોની બેઠકને સંબોધિત કરી
  • માનવીય જરૂરિયાતોના જવાબમાં આંતરરાષ્ટ્રીય સમુદાયે એકસાથે આવવું જોઈએ. સાથે જ સહાયતા આપવી જોઈએઃ વિદેશ પ્રધાન
  • કોઈ પણ રીતે આતંકવાદ માટે અફઘાનિસ્તાનની ધરતીનો ઉપયોગ ન કરવા દેવાની તાલિબાનની પ્રતિબદ્ધતાને લાગુ કરવું જોઈએઃ વિદેશ પ્રધાન

ન્યૂઝ ડેસ્કઃ વિદેશ પ્રધાન ડો. એસ. જયશંકરે અફઘાનિસ્તાન પર G20 વિદેશ પ્રધાનોની બેઠકને સંબોધિત કરી હતી, જેમાં વિદેશ પ્રધાને કહ્યું હતું કે, કોઈ પણ રીતે આતંકવાદ માટે અફઘાનિસ્તાનની ધરતીનો ઉપયોગ ન કરવા દેવાની તાલિબાનની પ્રતિબદ્ધતાને લાગુ કરવું જોઈએ. વિશ્વ એક વ્યાપક આધારવાળી સમાવેશી પ્રક્રિયાની અપેક્ષા કરે છે, જેમાં અફઘાન સમાજના તમામ વર્ગોનું પ્રતિનિધિત્વ સામેલ હોય. વિદેશ પ્રધાને UNSC જોગવાઈ 2,593 પર કહ્યું હતું કે, આ વૈશ્વિક ભાવનાને દર્શાવે છે અને અમારા દ્રષ્ટિકોણનું માર્ગદર્શન કરવાનું ચાલુ રાખવું જોઈએ. ભારતની ભાગીદારી અફઘાનના લોકો સાથે ઐતિહાસિક મિત્રતાથી પ્રેરિત હશે.

જી20 શું છે?

જી20 વિશ્વના 20 પ્રમુખ અર્થતંત્રના નાણાપ્રધાનો અને કેન્દ્રિય બેન્કના ગવર્નર્સનું એક સંગઠન છે, જેમાં 19 દેશ અને યુરોપીય સંઘ સામેલ છે, જેનું પ્રતિનિધિત્વ યુરોપીય પરિષદના અધ્યક્ષ અને યુરોપીય કેન્દ્રિય બેન્ક દ્વારા કર્યું છે.

મહાત્મા ગાંધીનો ઉલ્લેખ કરાયો

ટી.એસ. તિરુમૂર્તિએ કહ્યું હતું કે, વસાહતીવાદ અને વંશીય ભેદભાવનો વિરોધ કરવા માટે મહાત્મા ગાંધીએ સત્યાગ્રહનું હથિયાર બનાવ્યું હતું, જે સત્ય અને અહિંસા છે. હથિયાર તરીકે સત્ય અને અહિંસાની સાથે તેમણે ભારતની સ્વતંત્રતા તરફ આગળ કર્યા હતા.

આ પણ વાંચો-તાલિબાન સુહેલ શાહીનને અફઘાનિસ્તાનના યુએન એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા

આ પણ વાંચો-WHOએ વેક્સિનની નિકાસ ફરી શરૂ કરવાના ભારતના નિર્ણયની કરી પ્રશંસા, મનસુખ માંડવિયાનો માન્યો આભાર

ABOUT THE AUTHOR

...view details