ગુજરાત

gujarat

Drone attack in Syria : સીરિયામાં ડ્રોન હુમલામાં અલ-કાયદાનો ખુંખાર આતંકી માર્યો ગયો

By

Published : Oct 1, 2021, 12:36 PM IST

સીરિયામાં માર્યા ગયેલ અલ કાયદાના આતંકી, અમેરિકા ડ્રોન હુમલામથી કર્યો ઠાર, ભંડોળ અને આયોજન માટે જવાબદાર હતો. સીરિયા ડ્રોન હુમલો: અમેરિકાએ સીરિયા પર ડ્રોન એરસ્ટ્રાઈકમાં આતંકવાદી સંગઠન અલ-કાયદાના ટોચના આંતકીને ઠાર માર્યો છે. આ આતંકવાદીનું નામ સલીમ અબુ-અહમદ બતાવવામાં આવ્યું છે.

Drone attack in Syria : સીરિયામાં ડ્રોન હુમલામાં અલ-કાયદાનો ખુંખાર આતંકી માર્યો ગયો
Drone attack in Syria : સીરિયામાં ડ્રોન હુમલામાં અલ-કાયદાનો ખુંખાર આતંકી માર્યો ગયો

  • આતંકવાદીનું નામ સલીમ અબુ-અહમદ બતાવવામાં આવ્યું
  • ડ્રોન એરસ્ટ્રાઈકમાં આતંકવાદી સંગઠન અલ-કાયદાના ટોચના આંતકીને ઠાર માર્યો
  • હવાઈ હુમલામાં નાગરિકોના જાનહાનિના કોઈ અહેવાલ નથી
  • સીરિયા-ઇરાક બોર્ડર પર બે કારને નિશાન બનાવીને તેમના પર હુમલો કર્યો હતો

અમેરિકા : અમેરિકાએ સીરિયામાં અલ-કાયદાના ટોચના આંતકીને માર્યો. સીરિયામાં ડ્રોન હુમલામાં આતંકવાદી સંગઠન અલ-કાયદાનો એક ટોચના આંતકી માર્યો ગયો છે. અમેરિકન ચેનલે સંરક્ષણ અધિકારીને ટાંકીને આ માહિતી આપી છે. રિપોર્ટ અનુસાર, 20 સપ્ટેમ્બરે સલીમ અબુ-અહમદ અમેરિકાના હવાઈ હુમલામાં માર્યો ગયો હતો. આ હુમલો ઇદલિબ (ઇદલિબ પ્રાંત) શહેર પર કરવામાં આવ્યો હતો. સલીમ અલ-કાયદા માટે ભંડોળની યોજના અને ગોઠવણ માટે જવાબદાર હતો. આ સિવાય તેમણે અલગ અલગ વિસ્તારો પર હુમલા કરવાની પરવાનગી પણ આપી હતી.

હુમલામાં નાગરિકોને કોઇ જાનહાનિના થયેલ નથી

અમેરિકી સંરક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે, "હવાઈ હુમલામાં નાગરિકોના જાનહાનિના કોઈ અહેવાલ નથી." ટાર્ગેટિંગ ઇડલિબમાં હુમલાઓ કર્યા છે. બગદાદી પૂર્વી સીરિયાથી ઇદલિબ ભાગી ગયો હતો અને ત્યાં છુપાયો હતો. અહીં આતંકવાદીઓને નિશાન બનાવવા માટે અમેરિકા ક્યારેક ટ્રક પર બોમ્બ ફેંકી દે છે, તો ક્યારેક તેને કાર પર ફેંકી દે છે.

આ પણ વાંચો : ફુમિયો કિશિદા જાપાનના વડાપ્રધાન બનશે, એક જ વર્ષમાં જાપાનના ત્રીજા વડાપ્રધાન

કારને બોર્ડર પર નિશાન બનાવવામાં આવી હતી

આ પહેલા એરફોર્સના વિમાને સીરિયા-ઇરાક બોર્ડર પર બે કારને નિશાન બનાવીને તેમના પર હુમલો કર્યો હતો. આ વિમાન યુએસ આર્મીનું હતું (યુએસ ડ્રોન એટેક ઓન સીરિયા). આ ઘટના વિશેની માહિતી ઈરાકના પોપ્યુલર મોબિલાઈઝિંગ ફોર્સ સાથે સંકળાયેલા એક સૂત્ર દ્વારા આપવામાં આવી હતી. આ સ્ત્રોતે જણાવ્યું હતું કે, 'સીરિયા-ઈરાક સરહદ પર બે કાર પર હવાઈ હુમલો થયો છે. જો કે આ મામલે અમેરિકા તરફથી કશું કહેવામાં આવ્યું નથી.

Natural Gas પાઇપલાઇન પર આતંકવાદી હુમલો

ગયા મહિને, આતંકવાદીઓએ સીરિયાની રાજધાની દમિશ્કની દક્ષિણ -પૂર્વમાં મુખ્ય Natural Gas પાઇપલાઇન પર હુમલો કર્યો હતો. જેના કારણે આ શહેર અને અન્ય વિસ્તારોની વીજળી ગઈ હતી. ઇસ્લામિક સ્ટેટે આ હુમલાની જવાબદારી લીધી હતી. આતંકવાદી સંગઠને એક નિવેદનમાં કહ્યું હતું કે, ISIS ના આતંકવાદીઓએ તિશરીન પ્લાન્ટ્સ અને દિર અલી પ્લાન્ટ્સ તરફ જતી ગેસ પાઇપલાઇનમાં વિસ્ફોટ કર્યો હતો.

આ પણ વાંચો : અમેરિકાએ પાકિસ્તાનની મુશ્કેલી વધારી, તાલિબાનનું સમર્થન કરનારા દેશો પર પ્રતિબંધ માટેનું બિલ રજૂ

ABOUT THE AUTHOR

...view details