ગુજરાત

gujarat

વિશ્વમાં કોરોનાઃ દુનિયાભરમાં 8.08 લાખથી વધુના મોત, જાણો વૈશ્વિક આંકડા

By

Published : Aug 23, 2020, 1:39 PM IST

દુનિયાભરમાં કોરોના વાઈરસ (COVID-19)ની મહામારીથી લાખો લોકોના મોત થયા છે. ગત્ત ડિસેમ્બર મહિનામાં સંક્રમણનો પ્રથમ કેસ નોંધાયો હતો. કોરોના સંક્રમણથી 8.08 લાખથી વધુ લોકોના મોત થયા છે. દુનિયાના 180થી વધુ દેશો અને વિસ્તારોમાં 2,33,80,569થી વધુ લોકો આ મહામારીની ઝપેટમાં આવ્યાં છે.

Global COVID-19 tracker
દુનિયાભરમાં કોરોના વાઈરસ

હૈદરાબાદ: ચીનના વુહાન શહેરથી ફેલાયેલા કોરોના વાઈરસથી દુનિયાભરમાં 23 ઓગ્સ્ટના સવારે 10 કલાક સુધીમાં 8,08,697 વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. દુનિયાભરમાં 2,33,80,569 લોકો કોરોના વાઈરસથી સંક્રમિત થયાની પુષ્ટિ થઈ છે. તમને જણાવી દઈએ કે, આ આંકડો સતત બદલતો રહે છે.

કોરોનાનો કાળઃ દુનિયાભરમાં 8.08 લાખથી વધુના મોત

આંકડા અનુસાર દુનિયાભરમાં કોરોના વાઈરસથી સંક્રમિત 1,59,10,371થી વધુ લોકો સ્વસ્થ થયા છે. દુનિયાભરમાં 66,64,386થી વધુ કેસ એક્ટિવ છે. જેમાં અંદાજે 61,662થી વધુ કેસ ગંભીર છે. આ આંકડા વર્લ્ડોમીટર (Worldometer) પરથી લેવામાં આવ્યાં છે.

ABOUT THE AUTHOR

...view details