ગુજરાત

gujarat

ચીન વિવાદ મુદ્દે ભારતને અમેરિકાનો સાથ, કહ્યું- ભારતે યોગ્ય જવાબ આપ્યો

By

Published : Jul 9, 2020, 8:36 AM IST

માઇક પોમ્પિયોએ કહ્યું કે, ચીનની આક્રમકતા વિશે એસ. જયશંકર સાથે અનેક વખત વાત થઈ છે. ભારતે ચીનને જવાબ આપવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કર્યાં છે. પોમ્પિયોએ ઉમેર્યું કે, હિમાલયની પર્વતમાળાઓથી વિયેતનામના ટાપુઓ સુધી ચીનનો સીમા વિવાદ છે.

Pompeo
માઇક પોમ્પિયો

વૉશિંગટનઃ માઇક પોમ્પિયોએ એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, "મેં ચીન સીમા વિવાદ મુદ્દે ભારતના વિદેશ પ્રધાન ડો. એસ. જયશંકર સાથે અનેક વખત વાત કરી છે. ચાઇના કૃત્યો પર ભારતે આક્રમક પગલાં લઈ જડબાતોડ જવાબ આપ્યો છે."

તેમણે વધુમાં કહ્યું કે, "ભારત-ચીન સીમા વિવાદ અંગે ભારતના વિદેશ પ્રધાન જયશંકર સાથે વાત થઈ હતી. ચીને કોઈ પણ કારણ વગર ભારત પર આક્રમતાથી હુમલો કર્યો અને ભારતે ચીનને સાચો જવાબ આપ્યો છે. ચીની કોમ્યુનિસ્ટ પાર્ટીએ હાલમાં જ ભૂટાન સાથે સીમા વિવાદ અંગે વાત કરી હતી.

પોમ્પિયો કહે છે કે, હિમાલયના પર્વતોથી લઈને દરિયામાં વિયેતનામના સેનકાકુ દ્વિપ સુધી ચીનનો સીમા વિવાદ છે. ચીન પાસે ક્ષેત્રીય વિવાદોને ભડકાવવાની એક પેટર્ન છે. માઈક પોમ્પિયોએ કહ્યું કે, દુનિયાએ આ પ્રકારની હરકતોને અનુમતી ન આપવી જોઈએ.

ચીની કમ્યુનિસ્ટ પાર્ટીના નકારાત્મક કૃત્યો સામે વિશ્વએ એક સાથે આવવું જોઈએ. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ ઘટનાને ગંભીરતાથી લીધી છે. ચીન દક્ષિણ સમુદ્ર અને પૂર્વ સમુદ્ર બંનેમાં સીમા વિવાદોમાં રહ્યું છે. ચીન લગભગ તમામ દક્ષિણ સમુદ્રનો દાવો કરે છે. વિયેતનામ, ફિલિપાઇન્સ, મલેશિયા, બ્રુનેઇ અને તાઇવાનના ક્ષેત્રમાં સીમા વિવાદ રહેલો છે.

ABOUT THE AUTHOR

...view details