ગુજરાત

gujarat

યુએસ ઇવેક્યુએશન ફ્લાઇટમાં અફઘાન મહિલાએ બાળકીને જન્મ આપ્યો

By

Published : Aug 23, 2021, 11:53 AM IST

અમેરીકી સેના અફઘાનિસ્તાનમાં બચાવ કાર્ય કરી રહ્યું છે અને ત્યા ફસાયેલા લોકોને બહાર કાઢી રહ્યું છે. આ બચાવકાર્ય દરમિયાન પશ્વિમ એશિયાથી જર્મનીના રામસ્ટીન વાયુ સેના બેઝની તરફ આવી રહેલા એક વિમાનમાં એક અફઘાન મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો.

us
યુએસ ઇવેક્યુએશન ફ્લાઇટમાં અફઘાન મહિલાએ બાળકીને જન્મ આપ્યો

  • વિમાનમાં અફઘાન મહિલાએ આપ્યો બાળકીને જન્મ
  • મહિલાને અફઘાનિસ્તાનથી કરવામાં આવી હતી એરલિફ્ટ
  • માતા અને બાળક હાલ સ્વસ્થ્ય

બર્લિન : અમેરિકિ સેનાના અનુસાર પશ્વિમ એશિયાથી જર્મનીના રામસ્ટીન વાયુ સેના બેઝની તરફ આવી રહેલા એક વિમાનમાં એક અફઘાન મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો. અફઘાનિસ્તાનમાંથી નિકળવામાં આવી રહેલા લોકો માટે રામસ્ટીન વાયુ સેન્ય બેઝને એક ટ્રાંજિટ પોસ્ટની રીતે ઉપયોગ કરવામાં આવી રહ્યું છે. અમેરીકી સેનાની એર મોબિલિટી કમાને ટ્વીટ કરીને કહ્યું છે કે, " શનિવારે ઉડાન દરમિયાન ગર્ભવતિ અફઘાન મહિલાને પરેશાની થવા લાગી. વિમાન કમાન્ડરે વિમાનમાં હવાનુ દબાણ વધારવા માટે ઉંચાઈ ઓછી કરવાનો નિર્ણય લીધો જેના કારણે મહિલાનુ જીવન બચી ગયું.

યુએસ ઇવેક્યુએશન ફ્લાઇટમાં અફઘાન મહિલાએ બાળકીને જન્મ આપ્યો

આ પણ વાંચો : આજે અફઘાનિસ્તાનથી 146 લોકો દિલ્હી એરપોર્ટ પહોંચ્યા

માતા-બાળક સ્વસ્થ્ય

રામસ્ટીન વાયુ સૈન્ય બેઝ પહોંચવા પર અમેરીકી સ્વાસ્થ્ય કર્મીઓએ વિમાનમાં આવીને મહિલાની પ્રસુતિમાં મદદ કરી. અમેરીકી સેનાએ કહ્યું કે વિમાનમાં જન્મ લેવાર બાળકી અને તેની માતાને પાસેના હોસ્પિટલમાં ભર્તી કરવામાં આવ્યા છે અને બંન્ને સ્વસ્થ્ય છે.

ABOUT THE AUTHOR

...view details