ગુજરાત

gujarat

Dharmendra All Well: સની દેઓલ-હેમા માલિનીએ ધર્મેન્દ્રને મેડિકલ ટ્રીટમેન્ટ માટે અમેરિકા જવાના અહેવાલને નકારી કાઢ્યા

By ETV Bharat Gujarati Team

Published : Sep 12, 2023, 1:42 PM IST

એવા અહેવાલો હતા કે, ધરમજીની તબિયત સારી નથી અને તેને સારવાર માટે US લઈ જવામાં આવ્યા હતા. જોકો, હવે સની દેઓલ અને હેમા માલિનીએ આ અહેવાલોને નકારી કાઢ્યા છે. ઘર્મેન્દ્રની US મુલાકાત પાછળનું કારણ જાણવા આગળ વાંચો.

સની દેઓલ-હેમા માલિનીએ ધર્મેન્દ્રને મેડિકલ ટ્રીટમેન્ટ માટે અમેરિકા જવાના અહેવાલને નકારી કાઢ્યા
સની દેઓલ-હેમા માલિનીએ ધર્મેન્દ્રને મેડિકલ ટ્રીટમેન્ટ માટે અમેરિકા જવાના અહેવાલને નકારી કાઢ્યા

હૈદરાબાદ: પિતા-પુત્રની જોડી ધર્મેન્દ્ર અને સની દેઓલ તેમની તાજેતરની રિલીઝની સફળતાથી ઉત્સાહિત છે. ધર્મેન્દ્રની 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની' તારીખ 28 જુલાઈના રોજ રિલીઝ થઈ હતી અને વૈશ્વિક સ્તરે 346 કરોડની કમાણી કરી હતી. જ્યારે સનીએ 'ગદર 2' સાથે બહુવિધ રેકોર્ડ તોડ્યા હતા, જે તારીખ 11 ઓગસ્ટના રોજ રિલીઝ થઈ હતી. 'ગદર 2'એ વિશ્વભરમાં 672 કરોડની કમાણી કરી હતી અને હજુ બોકસ ઓફિસ પર ચાલી રહી છે.

સની દેઓલે ધર્મેન્દ્રની તબિયત ખરાબ હોવાના અહેવાલોને ફગાવી દીધા: સોમવારે એવા અહેવાલો હતા કે, સની તેના પિતા અને અભિનેતા ધર્મેન્દ્રને સારવાર માટે યુનાઈટેડ સ્ટેટ્સ લઈ ગયા હતા. સની દેઓલ પિતા સાથે રહેવા માટે પ્રમોશનમાંથી બ્રેક લીધો હોવાનું માનવામાં આવે છે. જોકો, સની દેઓલે હવે ધર્મેન્દ્રની તબિયત ખરાબ હોવાના તમામ અહેવાલોને ફગાવી દીધા છે.

ધર્મેન્દ્રની તબિયત ખરાબ હોવાના અહેવાલ:અગાઉના અહેવાલો મુજબ એવું કહેવામાં આવ્યું હતું કે, પીઢ અભિનેતા હાલમાં 87 વર્ષના છે અને તેમને સ્વાસ્થ્ય સમસ્યાઓ છે, તેથી સનીએ તેમના પિતાને વધુ સારવાર માટે યુનાઈટેડ સ્ટેટ્સ જવાનું નક્કી કર્યું હતું. તેમની સ્વાસ્થ્ય સમસ્યાઓને લઈ સનીએ પિતાને વધુ સારવાર માટે યુનાઈટેડ સ્ટેટ્સ જવાનું નક્કી કર્યું. તેઓ યુનાઈટેડ સ્ટેટ્સમાં 15 થી 20 દિવસ અથવા સારવારના મયગાળા માટે રહેવાની યોજના છે.

હેમા માલિનીએ ધરમજીની તબિયતના અહેવાલોને નકાર્યા: જોકે, સની દેઓલની ટીમે મંગળવારે તારીખ 12 સ્પપ્ટેમ્બરે ભારત પરત ફરશે. 'બેતાબ' અભિનેતાએ કેલિફોર્નિયામાંથી એક સંબંધીના જન્મદિવસની મજા માણતી તસવીર પણ પોસ્ટ કરી હતી. દરમિયાન ધર્મેન્દ્રની પત્ની હેમા માલિનીએ તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂકીને કહ્યું હતું કે, ''ધરમજીની તબિયત ખૂબ જ સારી છે. તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ છે. તેઓ સામાન્ય સ્વાસ્થ્ય તપાસ માટે અમેરિકા ગયા છે. ચિંતા કરવા કંઈ નથી.''

US મુલાકાત પાછળનું કારણ: સની દેઓલ પરિવાના નજીકના સૂત્રો મુજબ, ધરમજીની પુત્રી અને સનીની બહેનને જોવા માટે મુખ્યત્વે US ગયા હતા. ધરમીજીએ તાજેતરમા જ ખુલાસો કર્યો હતો કે, ''જ્યારે હું તે ધરે તેમને થોડો સમય જોતો નથી ત્યારે હું ખૂબ જ બેચેની અનુભવું છું. મારા સ્વાસ્થ્યને લઈને આ અહેવાલો મારા પ્રિયજનોનને ચિંતા કરે છે. હું મારા મીડિયા મિત્રોને એલાર્મ ન વગાળવા વિનંતી કરું છું.''

  1. Pushpa 2 Release Date: અલ્લુ અર્જુનની આગામી ફિલ્મ 'પુષ્પા 2'ની રિલીઝ ડેટ આવી સામે
  2. Jawan Day 6 Collection: શાહરુખ ખાન સ્ટારર ફિલ્મ 'જવાન'ની કમાણીમાં છઠ્ઠા દિવસે ઘટાડો થવાની શક્યતા
  3. Prachi Desai Birthday: પ્રાચી દેસાઈ ઉજવી રહી છે પોતાનો 35મોં જન્મદિવસ, જુઓ તેની અદભૂત તસવીરો

ABOUT THE AUTHOR

...view details