ગુજરાત

gujarat

Singer Geeta Rabari: ગીતા રબારીએ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના આશીર્વાદ લીધા

By

Published : Jun 3, 2023, 12:41 PM IST

Updated : Jun 3, 2023, 1:13 PM IST

ગુજરાતની પ્રખ્યાત સિંગર ગીતા રબારી આજે ચર્ચામાં છે. ગીતા રબારીએ પોતાના સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં 3 તસવીર શેર કરી છે. જેમાં ગીતા રબારી પુજ્ય શ્રી ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના આશીર્વાદ લઈ રહી છે. આ પોસ્ટ સાથે ગીતા રબારીએ ખુબજ સારી નોંધ શેર કરી છે.

લોક ગાયિકા ગીતા રબારીએ પૂજ્ય શ્રી ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના આશીર્વાદ લીધા હતા, તસવીર કરી શેર
લોક ગાયિકા ગીતા રબારીએ પૂજ્ય શ્રી ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના આશીર્વાદ લીધા હતા, તસવીર કરી શેર

હૈૈદરાબાદ: ગુજરાતની ફેમસ સિંગર ગીતા રબારીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તસવીર શેર કરી છે. તસવીરમાં ગીતા રબારી પુજ્ય શ્રી ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના આશીર્વાદ લઈ રહી છે. આ પોસ્ટ શેર કરીને ગીતા રબારીએ નોંધ શેર કરી છે. ગીતા રબારી લોક ગાયિકા છે. તેમના ગરબા અને ભજન ખુબજ પ્રખ્યાત છે. આ ઉપરાંત તેઓ સ્ટેજ પરફોર્મ પણ કરતા કરતા રહે છે. તેમનું પરફોર્મન્સ જોવા અને મુધર આવાજ સાંભળવા માટે લોકોની મોટી ભીડ થાય છે.

ગીતા રબારીની પોસ્ટ: તારીખ 3 જૂનના રોજ ગીતા રબારીએ બાગેશ્વર બાલાજી ધામના પીઠાધીશ્વર પુજ્ય શ્રી ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના આશીર્વાદ લીધા હતા. ગીતા રબારીએ મુલાકાત દરમિયાનની તસવીર શેર કરીને કેપ્શનમાં લખ્યું છે કે, ''બાગેશ્વર બાલાજી ધામના પીઠાધીશ્વર પરમ પૂજ્ય શ્રી ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજીને મળીને તેમના આશીર્વાદ લીધાનો આનંદ થયો. પૂજ્ય શાસ્ત્રીજી લોકોને સનાતન ધર્મ અને આધ્યાત્મિકતા પ્રત્યે જાગૃત કરવાનું અદ્ભુત કાર્ય કરી રહ્યા છે. જય સિયારામ, જય બાલાજી મહારાજ.''

લોક ગાયિકા ગીતા રબારીએ પૂજ્ય શ્રી ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના આશીર્વાદ લીધા, તસવીર કરી શેર

સિંગરનો પરંપરાગત લુક: માંપહેલી તસવીરમાં શ્રી ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ગળામાં સુંદર માળા પહેરી છે અને ભગવા વસ્ત્રમાં હાથ જોડીને ગાદી પર બીરાજમાન છે. તેમની સામે ગીતા રબારી સ્મિત સાથે જોવા મળે છે. તસવીમાં ગીતા રબારી પરંપરાગત લુકમાં જોવા મળે છે. તેમના ડાબા હાથમાં સુંદર ઘડિયાળ પહેર્યું છે. ગળામાં આભુષણ પહેર્યું છે, જે તેમની શોભામાં વધારો કરે છે.

લોક ગાયિકા ગીતા રબારીએ પૂજ્ય શ્રી ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના આશીર્વાદ લીધા, તસવીર કરી શેર

લોક ગાયિકા વિશે: ગીતા રબારીની તસવીર જોઈ ચાહકો પ્રિતિક્રિયા આપી રહ્યાં છે. કેટલાક જય શ્રી રામ લખી રહ્યાં છે, તો કેટલા હાર્ટ ઈમોજીસ શેર કરી રહ્યાં છે. ગીતા રબારી ગુજરાતની પ્રખ્યાત લોક ગાયિકા છે. તેમનું ગીત 'રોણા શેરમાં રે' ગાયું ત્યારથી લોકપ્રિયતા વધી હતી. ગાતી રબારીનો જન્મ તારીખ 31 ડિસેમ્બરમાં વર્ષ 1996ના રોજ ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના ટપ્પર ગામમાં થયો હતો.

લોક ગાયિકા ગીતા રબારીએ પૂજ્ય શ્રી ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના આશીર્વાદ લીધા, તસવીર કરી શેર

છત્તરપુરમાંબાગેશ્વર ધામ: ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી મધ્યપ્રદેશમાં છત્તરપુર જિલ્લાના બાગેશ્વર ધામ સરકારના પીઠાધીશ છે. માહારાજ તરીકે ઓળખાતા શાસ્ત્રી રામ ભદ્રાચાર્યના શિષ્ય છે. મહારાજ રામચરિતમાનસ અને શિવ પુરાણના પ્રચાર માટે ખુબજ જાણીતા છે. શાસ્ત્રી દર મંગળવારે અને શનિવારે છત્તરપુર જિલ્લાના ગાડા ગામ ખાતે બાગેશ્વર ધામમાં દિવ્ય દરબારનું આયોન કરે છે. તેમના આશિર્વાદ લેવા માટે મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે.

  1. Tamanna Bhatia Moive: જેલરનું શૂટિંગ પૂર્ણ, રજનીકાંત અને તમન્ના ભાટિયાએ ટીમ સાથે ઉજવણી કરી
  2. Shatrughan Sinha: શત્રુઘ્ન સિંહાએ દીકરી સોનાક્ષીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, તસવીર કરી શેર
  3. 50th Wedding Anniversary: અમિતાભ બચ્ચન જયાના લગ્નને 50 વર્ષ પૂરાં, સેલેબ્સ ફેન્સ પાઠવી રહ્યાં છે શુભેચ્છા
Last Updated :Jun 3, 2023, 1:13 PM IST

ABOUT THE AUTHOR

...view details